<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

હળવદના ઘનશ્‍યામગઢ અને ઘનશ્‍યામપુર ગામે વીજળી પડીઃ કોઈ જાનહાની નહીં

 

(દીપક જાની દ્વારા ) હળવદ,તા.૫:  હળવદ નગર  સહિત તાલુકા માં ગઇકાલે  મોડી સાંજે વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્‍યો હતો અને એકાએક વર વરસી પડ્‍યો હતો. તો તેની સાથે તાલુકાના ઘનશ્‍યામપુર અને ઘનશ્‍યામગઢમાં આકાશી વીજળી પડવાનો પણ બનાવ સામે આવ્‍યો છે.ઘનશ્‍યામપુર ગામે રહેતા અને ગામના રામજી મંદિરમાં પૂજારી તરીકે કામ ક૨તા ગૌતમભાઈ સાધુના રહેણાંક મકાન પર વીજળી-પડતા ઘરના તમામ ઇલેક્‍ટ્રીક ઉપકરણો બળી ગયા હતા. તે સાથે આજુબાજુમાં રહેતા લોકોના ઘરે પણ પંખા અને લાઈટ બળી ગઈ હતી. જ્‍યારે બીજા બનાવમાં ઘનશ્‍યામગઢ ગામે ગ પાદરમાં જ ટ્રાન્‍સફોર્મર પર વીજળી પડી હતી.જો કે સદનસીબે કોઈ જાનહાની ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

(11:24 AM IST)