<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

ઉપલેટામાં રવિવારે શ્રી દીનદયાળ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા

ધોરાજીના ખ્‍યાતનામ એમ.ડી. ડો. સુરેશભાઈ પટેલ સાથે આરોગ્‍ય વિષય ઉપર વિચાર ગોષ્‍ઠી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૫:  તા ૭ સપ્‍ટે ના રવિવારે સાંજનાં ૫/૩૦ કલાકે સરદાર પટેલ ટાઉનહોલ ઉપલેટા ખાતે શ્રી દીનદયાળ ક્રેડિટ સોસાયટી ની વાર્ષિક સાધારણ સભા ચેરમેન પૂર્વ ધારાસભ્‍ય પ્રવીણભાઈ માકડીયા ના અધ્‍યક્ષ સ્‍થાને મળશે જેમાં ક્રેડિટ સોસાયટી ના સભાસદો ઉપરાંત શહેરના પ્રબુદ્ધ નાગરિકો પત્રકારો વિગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે. આ પ્રસંગે ધોરાજીનાં ખ્‍યાતનામ તબીબ એમ.ડી.ડો સુરેશભાઈ પટેલ સાથે આરોગ્‍ય વિષય ઉપર વિચાર ગોષ્ઠી રાખવામા આવેલછે. આ સાધારણ સભા માં વાઈસ ચેરમેન પરાગભાઈ શાહ સહિત દેવેનભાઈ ધોળકિયા રવજીભાઈ ગજેરા ડો ઉદય પંડયા પંકજભાઈ નાઢા શાંતિલાલ રાઠોડ પારૂલબેન ખાંટ ચંદુભાઈ ભીંભા નિલેશભાઈ ગોધાણી કલ્‍પકભાઈ જોષી અને રમેશભાઈ ગર સહિત ના ડીરેકટરો ઉપસ્‍થિત રહેશે

(11:25 AM IST)