News of Friday, 5th September 2025
મોરબીમાં સાંજે દોઢ જ કલાકમાં બે ઈંચ, વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિકજામ
વાતાવરણમાં ઓચિંતો પલટો આવીને એકાએક ધોધમાર વરસાદ પવન સાથે તૂટી પડયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૫: મોરબી જિલ્લામાં આજે મોટાભાગના વિસ્તારોમાં સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. જેને પગલે રોડ-રસ્તા ઉપર ઠેર ઠેર પાણી વહેતા થઈ ગયા હતા. સૌથી વધુ વરસાદ મોરબી શહેરમાં પડયો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. સાંજે ૬ વાગ્યાથી જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સાંજે ૬થી ૭:૩૦ વાગ્યા સુધીમાં દોઢ કલાકના અરસામાં મેઘરાજાએ સટ્ટા સટ્ટી વરસાદ વરસાવ્યો હતો. જેમાં મોરબીમાં બે ઈંચ, જ્યારે મોરબીના સામાકાંઠે દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
મોરબી શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેમાં મોરબીના વીસી ફાટકથી નવા બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ, પંચાસર ચોકડી, વાવડી ચોકડી, અને ઉમિયા સર્કલ તેમજ ૨વા૫૨ ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
