તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
કચ્છની પ્રજા ભાજપની નેતાગીરીથી ત્રસ્ત, પ્રજા પરિવર્તન ઝંખી રહી છેઃ કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે.હુંબલ
કોંગ્રેસપક્ષે માતાનામઢથી દેશદેવી આઈ આશાપુરાના ચરણોમાં માથું ટેકવી અભિયાનનો શુભારંભ માતાનામઢ તથા નાલીયાથી કરાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૫: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમિતભાઈ ચાવડા દ્વારા ખુબજ દીર્ઘદ્રષ્ટીથી કચ્છ જીલ્લામાં કોંગ્રેસ પક્ષનુ સુકાન પીઢ આગેવાન વી.કે.હુંબલને સોપાતા હુંબલે સીધીરીતે પ્રજાની વચ્ચે જઈ પ્રજાની પીડાઓ જાણવા માટે તથા ભાજપના નેતાઓ દ્વારા કચ્છવિરોધી વલણ તથા તમામ મોરચે ભ્રષ્ટાચાર-નિષ્ફળતાને છતી કરવા તમામ ગામડાઓ ખુંદી રહયા છે. સંગઠન સુજન અભિયાન બાદ સતાપરિવર્તન માટે જન અધિકાર અભિયાન અંતર્ગત તમામ તાલુકા-શહેરની જાહેરસભાઓનું જાહેરચોક મધ્યે આયોજન કરી પ્રજાને જાગળત કરવા કામે લાગી ગયેલ છે. માતાનામઢ ખાતે મા આશાપુરાના ચરણોમાં માથું ટેકવી વીજય અને પરિવર્તન માટે આશીર્વાદ મેળવ્યાં હતા. ત્યારબાદ તુલસી ગેસ્ટહાઉસ નજીક જાહેર ચોકમાં જનઅધિકાર જાહેરસભાને સંબોધન કરતા વી.કે.હુંબલ પ્રજાને ભાજપના ભ્રષ્ટાચાર, કચ્છ પ્રત્યે ઓરમાયુ વર્તન, કચ્છના જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી, ચુપકીદી વિ.મુદે પ્રજામાં ભયંકર આક્રોશ છે. પ્રજા ત્રાહિમામ છે ખરેખર કોંગ્રેસપક્ષે સતત પ્રજાની ચિંતા સેવી છે હવે પરિવર્તન લાવવા અનુરોધ કર્યા હતો.
જીલ્લા કોંગ્રેસનાં આગેવાન રામદેવસિંહ જાડેજાએ સંબોધન કરતા તમામ પ્રજાજનોએ કોંગ્રેસની વિચારધારાનો વ્યાપ વધારી સંગઠન એજ શક્તિ છે એ સુત્રને સાર્થક કરી ભાજપને સતાસ્થાનેથી દુર કરવા આહવાન કર્યું હતું. સૈ પ્રથમ તાલુકા પ્રમુખ અલીમામદ જત, જી.પં.સદસ્ય દેશુભા જાડેજા, મામદ જુંગ જત વિ. એ મહેમાનોને આવકાર્યો હતા.
માતાનામઢ તથા નલીયા મધેની જનઅધિકાર અભિયાન માતાનામઢ જાહેર સભામાં હાસમ નોતિયાર, ઈબ્રાહીમ કુંભાર, પુંજાજી જાડેજા, હશન રાયમા, થારું જત, સુરુભા જાડેજા, દરિયાખાન રાયમા, જીગર જોષી, રમેશભાઈ વકીલ, હાજીખાન જત સમરતદાન ગઢવી, કાસમ પડ્યાર, સતારભાઈ, તાલબભાઈ જીતુભાઈ, ઈરફાનભાઈ. નલીયા જાહેર સભામાં ઇભરામ મંધરા, દાદાભાઈ જત, અનવર મંધરા, અરવિંદ ગઢવી, ઇકબાલ મંધરા, હાજી મામદ હિંગોરા, નવીન ગૌસ્વામી, હાસમ હિંગોરા, રાવલ મીસરી જત, કનકસિંહ જાડેજા, ફકિરમામદ નોતીયાર, અભુ હિંગોરા, હાજી અબ્દુલ નોડે, માલશી મહેશ્વરી, મુનાભાઈ જાડેજા, દાદાભાઈ મોકરશી વિશાળ સંખ્યામાં તાલુકા પંચાયત સદસ્યો, સરપંચશ્રીઓ કાર્યકરો આગેવાનો ઉપસ્થીત રહયા હતા એવુ કચ્છ જીલ્લા કોંગ્રેસપ્રવક્તા ગનીભાઈ કુંભાર તથા યુવા કોંગ્રેસના અંજલી ગોરની યાદીમાં જણાવાયું છે
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
