<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

માળીયા મિંયાણા પાસે ૪ર૦ બોટલ દારૂ સાથે જામનગર પંથકનો વોન્‍ટેડ આરોપી પકડાયો

ર્સ્‍કોપીયો કાર સહિત ૧પ.પ૮ લાખનો મુદામાલ કબ્‍જેઃ જીજ્ઞેશ નાસી છુટયો

તસ્‍વીરમાં પકડાયેલ દારૂ અને કાર નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ-મોરબી) 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૫: માળિયા મિયાણા પોલીસે સુરજબારી ચેક પોસ્‍ટ પાસેથી સ્‍કોર્પિયોમાં રૂ.૫.૫૦ લાખના વિદેશી દારૂ સાથે જામનગર પંથકના વોન્‍ટેડ આરોપીને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા પોલીસને બાતમી મળેલ કે, કચ્‍છ તરફથી મહિન્‍દ્રા કંપનીની સ્‍કોર્પીઓ રજી નં- GJ-03-ML-૪૫૦૭માં ઇંગ્‍લીંશ દારૂનો જથ્‍થો ભરી જામનગર તરફ જવાની છે. જેના આધારે સુરજબારી ચેક પોસ્‍ટ પાસે કચ્‍છ- મોરબી હાઈવે રોડ ઉપર વોચ ગોઠવતા આ કાર મળી આવી હતી. તેમાંથી અલગ અલગ બ્રાન્‍ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૪ર૦ કિ. રૂ. ૫,પ૦,૮૦૦/-ના મુદામાલ સાથે દિપકભાઇ ઉર્ફે અટપટુ જયનાદાસ જેઠવાણી ઉ.વ. ૩૪ રહે. જામનગરવાળાને પકડી લેવામાં આવ્‍યો છે. આ આરોપી પ્રાગપર, પધ્‍ધર અને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના ગુનામાં ફરાર હોવાનું જાણવા મળ્‍યું છે. જો કે આ વેળાએ જીજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદભાઈ ખીજડા નાસી ગયો હતો. પોલીસે કુલ કિ.રૂ. ૧૫,૫૮,૮૦૦/- નો મુદામાલ કબ્‍જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

(12:17 PM IST)