<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

તરઘડીમાં મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ત્રણ શખ્‍સો પકડાયા

રૂરલ એલસીબી પી.આઇ. વી. વી. ઓડેદરા તથા ટીમની કામગીરીઃ દેશી દારૂ તથા સાધનો મળી રૂા. ૬૯ હજારનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. પઃ પડધરીમાં બોરસી નાલા પાસે રૂરલ એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ત્રણ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જીલ્લામાં દારૂ-જુગારની ચાલતી પ્રવૃતિઓને નાબુદ કરવા માટે રેન્‍જ આઇજી શ્રી અશોકકુમાર તથા રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરની સૂચનાથી એલસીબીના પી.આઇ. વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ. સી. ગોહિલ તથા આર. વી. ભીમાણી સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે પડધરીના તરઘડી ગામ પાસે મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળતા સ્‍ટાફ સાથે તરઘડી ગામમાં બોરસીનાલા પાસે દરોડો પાડી ઓરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા સુરેશ જેન્‍તીભાઇ બાબરીયા (ઉ. ૩૬) (રહે. જામનગર રોડ ઉમીયાધાર રાજકોટ), તરઘડીના અશોક રાજેશભાઇ મુલીયાણા (ઉ.વ. ૩૬) અને રાજકોટ જામનગર રોડ ઉમીયાધારમાં રહેતા અશોક બચુભાઇ માલકીયા (ઉ.વ. ૪૬) ને પકડી લઇ રૂા. ૧ર૦૦૦નો ૬૦ લીટર દેશી દારૂ, રૂા. ૩૦ હજારનો ૧ર૦૦ લીટર આથો. અને સાધનો મળી રૂા. ૬૯ર૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી પી.એસ.આઇ. એચ. સી. ગોહિલ, આર. વી. ભીમાણી તથા એ.એસ.આઇ. બાલકૃષ્‍ણ ત્રિવેદી, રવીદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઇ બકોત્રા, વકારભાઇ અરબ તથા કોન્‍સ. પ્રકાશભાઇ પરમાર દ્વારા કરવામાં આવી હતી. (૭.રર)

(12:58 PM IST)