<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

જામનગરના હરીપર - દરેડમાં દોઢઃ બાલંભા- જામવંથલીમાં ૧ ઇંચ વરસાદ

જુદા-જુદા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મેઘાવી માહોલ યથાવત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.પઃ જામનગર જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મેઘાવી માહોલ સાથે ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જેમાં હરીપર, દરેડમાં દોઢ, જામવંથલી, બાલંભામાં એક ઇંચ, પડાણા, મોડપર, લૈયારામાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

જયારે વસઇ, લાખાબાવળ, મોટી બાણુગાર, ફલ્લા, મોટીભલસાણ, અલીયાબાડા, હડીયાણા, લતીપુર, જાલીયા દોવણી, નિકાવા, ખરેડી, મોટી વડાળા, નવાગામ, મોટા પાંચદેવડા, સમાણા, જામવાડી, મોટા પાંચદેવડા, જામવાડી વાંસજાળીયા, ધુનડા, ધ્રાફા, પીપરટોડા, ભણગોર સહિતના વિસ્‍તારોમાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડયો હતો.

(1:19 PM IST)