News of Saturday, 6th September 2025
સુરેન્દ્રનગરના થાનગઢમાંથી રૂપીયા 500ની નકલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
ખાખરાળી ચોકડી નજીકથી શંકાસ્પદ રીતે હિલચાલ કરતા યુવકને ઝડપીને આકરી પુછપરછ હાથ ધરાતા નકલી ચલણી નોટનું કૌભાંડ ખુલ્યું :આરોપી આશીષ મોરી નામના યુવકના પાસેથી રૂપીયા 500 ના દરની 97 નોટ મળી

સુરેન્દ્રનગરના થાનગઢ શહેરમાંથી રૂપીયા 500ની નકલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો છે. ખાખરાળી ચોકડી નજીકથી શંકાસ્પદ રીતે હિલચાલ કરતા યુવકને ઝડપીને આકરી પુછપરછ હાથ ધરાતા નકલી ચલણી નોટનું કૌભાંડ બહાર આવ્યું છે. આરોપી આશીષ મોરી નામના યુવકના પાસેથી રૂપીયા 500 ના દરની 97 નોટ મળી આવી છે. આરોપીએ પ્રાથમિક તપાસમાં કબુલાત આપી કે તે થાનગઢ બજારમાં અલગ અલગ વેપારી પાસે ડુપ્લીકેટ નોટો વટાવતો હતો. પોલીસ એ આરોપીને ઝડપી પુછપરછ હાથ ધરી કે આરોપી ડુપ્લીકેટ નોટ કયાથી લાવ્યો અને આજ દિવસ સુધી કેટલી આવી નકલી ચલણી નોટ વટાવી છે.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
