News of Saturday, 6th September 2025
મોરબી સાવસર પ્લોટ કા રાજા તેમજ ઘંટીયાપા વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં ભગવાનને ૫૬ ભોગ અર્પણ.
દરેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી ભગવાનના ચરણોમાં અર્પણ : ૫૬ ભોગ દર્શન અને પ્રસાદનો લ્હાવો લઈને લત્તાવાસીઓએ ધન્યતા અનુભવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં સાવસર પ્લોટ કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પ્રતિદિન સવાર સાંજ આરતીનો ભક્તજનો લાભ લઇ રહ્યા છે તેમજ શનિવારે વિસર્જન પૂર્વે આજે ગણપતિ બાપ્પાને ૫૬ ભોગ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો દરેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી ૫૬ ભોગ દર્શન અને પ્રસાદનો લ્હાવો લઈને લત્તાવાસીઓએ ધન્યતા અનુભવી હતી.
મોરબીના ઘંટિયાપા મિત્ર મંડળ આયોજિત ગણપતિ મહોત્સવમાં ભગવાનને ૫૬ ભોગ અર્પણ કર્યા.
ગણેશ મહોત્સવની સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના નાની બજાર નજીક આવેલ ઘંટિયાપા વિસ્તારમાં ઘંટિયાપા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ગણેશ મહોત્સવમાં પ્રતિદિન સવાર સાંજ આરતીનો લત્તાવાસીઓ લાભ લઇ રહ્યા છે તે ઉપરાંત ભગવાન નારાયણની કથા, રાસ ગરબા સહિતના કાર્યક્રમો સાથે ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે આવતીકાલે શનિવારે ગણેશ વિસર્જન છે ત્યારે આજે ગણેશ ભગવાનને ૫૬ ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા ભગવાનને દરેક પ્રકારની વાનગીઓ સાથે ૫૬ ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા જે ૫૬ ભોગ દર્શનનો લત્તાવાસીઓએ લાભ લીધો હતો અને ભગવાનનો પ્રસાદ મેળવી ધન્યતા અનુભવી હતી
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
