<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

વરસાદી માહોલ અને રેડ એલર્ટ વચ્ચે કચ્છમાં "એનડીઆર એફ"ની ટીમ સ્ટેન્ડ બાય : ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગઈકાલ મોડી રાતથી કચ્છના હવામાનમાં પલટો ગરમ અને ભેજવાળા ફૂંકાતા પવનની જગ્યા એ ગઈ કાલ રાતથી વરસાદી માહોલ સાથે ઠંડા પવનના સુસવાટા શરૂ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ :  ગુજરાતમાં લો પ્રેસર સાથે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કચ્છ સહિતના વિસ્તારોમાં આગામી બે થી ત્રણ દિવસ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે. 

          તે વચ્ચે ગઈકાલ મોડી રાતથી કચ્છના હવામાનમાં પલટો આવ્યો છે. ગરમ અને ભેજવાળા ફૂંકાતા પવનની જગ્યા એ ગઈ કાલ રાતથી વરસાદી માહોલ સાથે ઠંડા પવનના સુસવાટા શરૂ થઈ ગયા છે. 

આમ અત્યારે આખા જિલ્લામાં ઝરમર ઝરમર છૂટા છવાયા વરસાદ સાથે કાળા ડિબાંગ વાદળોથી આકાશ ગોરંભાયેલું છે. એ સાથે જ સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે મદદ માટે ૩૦ સભ્યોની NDRF ની ટીમને તૈનાત કરાઈ છે.

(9:31 AM IST)