<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

જામનગરના પ્રદર્શન મેદાનમાં કાલે રાત્રે વર્ષ ૨૦૨૫ના અંતિમ ‘ચંદ્રગ્રહણ' નિદર્શનનો જાહેર કાર્યક્રમ

જામનગરની ખગોળ પ્રેમી જનતા રાત્રિના ૧૦.૦૦ થી ૧૨.૩૦ દરમિયાન ચાર ટેલિસ્‍કોપની મદદથી ચંદ્રગ્રહણ નિહાળી શકશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: જામનગરના પ્રદર્શન મેદાનમાંથી આવતીકાલે રવિવારે રાત્રિના ૧૦.૦૦ વાગ્‍યાથી ૧૨.૩૦ વાગ્‍યા સુધીના સમયગાળા દરમિયાન અવકાશી ખગોળીય ઘટના ચાલુ ૨૦૨૫ની સાલના અંતિમ ખગ્રાસ ચંદ્રગ્રહણના નિદર્શનનો જાહેર કાર્યક્રમ રાખ્‍યો છે, અને અત્‍યાધુનિક ચાર ટેલિસ્‍કોપની મદદથી ચંદ્ર ગ્રહણ નિદર્શન યોજાયું છે. જેમાં જામનગર શહેર અને આસપાસના વિસ્‍તારમાં વસવાટ કરતા ખગોળપ્રેમી નાગરિકોએ ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરાયો છે.

જામનગરની ખગોળમંડળ નામની સંસ્‍થા, ઉપરાંત ધ્રોલના એમ.ડી. મેતા વિજ્ઞાન કેન્‍દ્રની ટીમ તેમજ જામનગરના રંગતાલી ગ્રુપના સહયોગથી રવિવાર તારીખ ૭મી સપ્‍ટેમ્‍બરના રાત્રીના ૧૦.૦૦ વાગ્‍યાથી ૧૨.૩૦ વાગ્‍યા સુધી જાહેર જનતા માટે ચંદ્રગ્રહણ નિદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે.

નગરજનો ચંદ્રગ્રહણની તમામ કળાઓ અત્‍યાધુનિક ટેલિસ્‍કોપના માધ્‍યમથી નિહાળી શકે, તે માટેની સંપૂર્ણ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. જેથી સર્વે નગરજનોએ આશરે અઢી કલાક સુધી ચાલનારા સંપૂર્ણ ચંદ્રગ્રહણનું નિદર્શન કરવા તેમજ ચંદ્રગ્રહણ વિશેની વિસ્‍તળત ખગોળીય જાણકારી મેળવવા માટે ઉપસ્‍થિત રહેવા ત્રણેય સંસ્‍થાના કિરીટભાઈ શાહ (૯૪૨૬૯ ૧૬૬૮૧), સંજયભાઈ પંડ્‍યા-ધ્રોળ (૯૯૭૯૨ ૪૧૧૦૦) અને સંજય જાની (૯૮૨૫૨ ૧૧૧૧૨) દ્વારા અનુરોધ કરાયો છે.

(12:22 PM IST)