<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

ભાદરવો ભરપૂરઃ પડધરી-૩, ખંભાળીયા, જોડીયા, લાલપુરમાં ર ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં માંગ્‍યા મેઘ વરસ્‍યાઃ સમયસરનાં વરસાદથી પાકને ફાયદો

રાજકોટ તા. ૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ભાદરવો ભરપૂર જામ્‍યો છે. અને ફરી મેઘમહેર થતા સૌમાં ખુશાલી છવાઇ ગઇ છે.

રાજકોટ જીલ્લાના પડધરી-૩ , દેવભૂભિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા, જામનગર જીલ્લાના જોડીયા, લાલપુરમાં ર ઇંચ વરસાદ પડયો છે.

સર્વત્ર માંગ્‍યા મેઘ વરસતા ખેડૂતોમાં ખુશાલી છવાઇ છે. અને પાકને ફાયદો થયો છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ર કલાકમાં ર ઇંચ વરસાદ આજે વહેલી સવારે ૪ થી ૬ વાગ્‍યા દરમિયાન પડયો હતો. જયારે ભાણવડમાં પોણો ઇંચ વરસાદ થયો છે.

પડધરી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી : પડધરીમાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૩ થી ૪ ઇંચ વરસાદ પડયો છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરતી :.. મોરબી જીલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો. મોટાભાગના વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો. જેમાં મોરબીમાં સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ પડ્‍યો હતો.

સરકારી ચોપડે મોરબીમાં રાત્રીના ૧૨ વાગ્‍યાથી વહેલી સવારે ૪ વાગ્‍યા સુધીમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માળિયા, હળવદ, વાંકાનેર અને ટંકારામાં પણ અડધોથી લઈ પોણો ઇંચ સુધીનો વરસાદ પડ્‍યો હતો. આમ રાત્રીના સમયે મેઘરાજા ધીમી ધારે વરસ્‍યા હતા.

વિંછીયા

(પિન્‍ટુ શાહ દ્વારા) વિંછીયા :.. અહીં વિંછીયામાં ગત રાત્રે ૧૧ વાગ્‍યેથી ર વાગ્‍યા સુધી કાચુ સોનુ રૂપે ધીમી ધારે વરસાદ વરસ્‍યો હતો. તેમજ આજે સવારના ૮-૩૦ વાગ્‍યે ફરી હળવા ભારે ઝાપટા વરસી રહયા છે. સવારે ૯-૩૦ વાગ્‍યે વિંછીયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ ખેતી માટે કાચા સોના સમાન હોય ધરતી પુત્રો સહિત સૌ માં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

આજે સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં ર૪ કલાકમાં નોંધાયેલ  વરસાદનાં આંકડા નીચે મુજબ છે.

રાજકોટ

પડધરી            પ૬ મી. મી.

રાજકોટ     ૧૧ મી. મી.

લોધીકા            ર મી. મી.

જામકંડોરણા        ૭ મી. મી.

ધોરાજી             ર મી. મી.

જેતપુર             ૧ મી. મી.

વિંછીયા    ૮ મી. મી.

દેવભૂમિ દ્વારકા

ખંભાળીયા  પર મી. મી.

ભાણવડ    ૧૮ મી. મી.

કલ્‍યાણપુર  ૩ મી. મી.

જામનગર

જામનગર  ૩૭ મી. મી.

જોડીયા            ૪ર મી. મી.

ધ્રોલ               ર૧ મી. મી.

કાલાવડ    ૧૬ મી. મી.

લાલપુર    ૪૯ મી. મી.

જામજોધપુર        રર મી. મી.

અમરેલી

કુંકાવાવ-વડીયા    ર૬ મી. મી.

અમરેલી    ૧ર મી. મી.

બગસરા    ૩૬ મી. મી.

ધારી               ૧૮ મી. મી.

સાવરકુંડલા ૯ મી. મી.

ખાંભા              ૬ મી. મી.

જાફરાબાદ  ૧ મી. મી.

મોરબી

માળીયામિંયાણા    ૧૦ મી. મી.

મોરબી             ર૮ મી. મી.

ટંકારા              ૧૮ મી. મી.

વાંકાનેર    ૧ર મી. મી.

હળવદ             ૧૮ મી. મી.

     બોટાદ

બરવાળા   ૧ મી. મી.

બોટાદ             ૯ મી. મી.

કચ્‍છ

ગાંધીધામ     ૮ મી. મી.

(11:13 AM IST)