News of Saturday, 6th September 2025
જસદણમાં ચાલતી વખતે પડી જતાં હેમરેજઃ શારદાબેનનું મોત
મહિલાએ રાજકોટમાં દમ તોડયોઃ ચોૈહાણ પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: જસદણમાં તાલુકા પંચાયત પાછળ રહેતાં શારદાબેન લીંબાભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૨) નામના મહિલા ગામમાં તા. ૩ના રોજ ચાલીને જતાં હતાં ત્યારે ચોકમાં પહોંચ્યા તે વખતે એકાએક ચક્કર આવતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં કે. ડી. પરવાડીયા હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અમૃતભાઇ, ધર્મેન્દ્રભાઇ, પ્રકાશભાઇએ જસદણ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે દિકરી અને ત્રણ દિકરા છે. પડી જવાથી માથામાં હેમરેજ થઇગયાનું સગાએ જણાવ્યું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા જસદણ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
