News of Saturday, 6th September 2025
ગોંડલમાં ચડામણી કરતા હોવાની શંકા કરી યુવતી ઉપર નિર્લજ્જ હુમલો કરી માર માર્યો
વચ્ચે પડેલ યુવતની માતાને પણ માર માર્યો : પિતા-પુત્ર સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૬: ગોંડલમાં માતા ચડામણી કરતા હોવાની શંકા કરી તેની પુત્રી ઉપર બે શખ્સોએ નિર્લજ્જ હુમલો કરી માર માર્યો હતો. તેમજ વચ્ચે પડેલ માતાને પણ માર માર્યો હતો.
મળતી વિગતો મુજબ ગોંડલ બસ સ્ટેન્ડ પાસે કૈલાસબેન શેરી નં. ૧૯ નંદની બ્યુટી પાર્લરમાં રહેતી અને અભ્યાસ કરતી નંદનીબેન વિમલભાઇ રાઠોડએ રાજ જગદીશબાપુ સરવૈયા તથા જગદીશબાપુ સરવૈયા રે. બંને ગોંડલ કૈલાસબાગ સામે સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી નં. (૧) ને તેના પત્ની સાથે છુટાછેડા થઇ ગયેલ હોય અને આરોપી નં. ૧ના પત્નીને ફરીયાદીના માતા સાહેદ સોનલબેન ચડામણી કરતા હોવાની ખોટી શંકા કરી આરોપી નં. ૧ એ ફરીયાદ ઉપર નિર્લજજ હુમલો કરી ઝાપટો તથા મુંઢ માર મારેલ તે દરમ્યાન ફરીયાદીના માતા સાહેદ સોનલબેન છોડાવવા આવતા તેને ધક્કો મારેલ. તેવામાં આરોપી નં. ૧ ના પિતા આરોપી નં. ર આવી જતા તેઓ બન્નેએ ફરીયાદી તથા સાહેદ સોનલબેનને જેમ ફાવે તેમ ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી નિર્લજ્જ હુમલો કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ફરીયાદ અન્વયે પોલીસે ઉકત બંને પિતા-પુત્ર સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
