<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

કેટલાક લોકોએ ખોટા કાગળો મોકલી સરકારને ગેરમાર્ગે દોરીછેઃ ગોંડલના રીબડામાં યોજાયુ અનિરુદ્ધસિંહનાં સમર્થનમાં લાગણી સંમેલન

સરકાર અનિરુદ્ધસિંહ ની સજા માફી મુદ્દે સકારાત્‍મક વલણ દાખવે અને સજા માફી આપે

ગોંડલ, તા.૬: ગોંડલનાં પુર્વ ધારાસભ્‍ય પોપટભાઇ સોરઠીયાની હત્‍યાનાં મામલે રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજાને હાઇકોર્ટ દ્વારા આજીવન કેદનો હુકમ કરાયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ હુકમને બહાલી અપાતા અનિરુદ્ધસિંહ માટે આજીવન કેદ નિヘતિ બની છે. આવા સંજોગોમાં આજે રીબડા ખાતે સર્વજ્ઞાતિ સંમેલન મળ્‍યુ હતુ, જેમા અનિરુદ્ધસિંહની સજા માફી મુદ્દે સરકાર સકારાત્‍મક વલણ અપનાવે તેવી અપીલ કરાઇ હતી. આ અંગે સરકારમાં રજુઆત કરાશે તેવુ જણાવાયુ હતુ.

રીબડા ખાતે મળેલા સંમેલનમાં અલગ-અલગ વકત઼ઓ એ અનિરુદ્ધસિંહની સજા માફી અંગે ટેક્રિકલ ક્ષતિઓ સુધારી સજા માફી અંગે સરકાર પોઝીટીવ અભિગમ દાખવે તેવો સુર વ્‍યક્‍ત કરાયો હતો.

વકતાઓ એ કહ્યુ કે અનિરુદ્ધસિંહ માટે ૨૦૧૪ માં એડવાઈઝરી બોર્ડ દ્વારા સજા માફીની ભલામણ કરાઇ હતી. અન્‍ય કેદીઓને જોગવાઈ મુજબ સજા માફીનો લાભ મળ્‍યો છે તો અનિરુદ્ધસિંહને કેમ નહી?

અનિરુદ્ધસિંહે અઢાર વર્ષ જેલ સજા ભોગવી છે. કેટલાક લોકો ખોટેખોટા કાગળો મોકલી સરકારને ગેરમાર્ગે દોરે છે. આ સંમેલન કોઈ સમાજ, વ્‍યક્‍તિ કે સરકાર સામે નથી.

સુપ્રીમ કે હાઇકોર્ટનાં ચુકાદાનુ સન્‍માન કરવાનુ છે. માત્ર સરકાર સકારાત્‍મક ઉકેલ લાવે તેવી લાગણી વ્‍યક્‍ત કરતુ આ સંમેલન છે. સંમેલનમાં વિવિધ જ્ઞાતિનાં લોકો કે આગેવાનો સ્‍વયંભુ એકત્રીત થયા છે. ત્‍યારે સરકાર યોગ્‍ય નિર્ણય લ્‍યે તેવુ વકતાઓ દ્વારા જણાવાયુ હતુ.સંમેલનમાં ગુજરાત રાજપુત સમાજ સંકલન સમીતીનાં કરણસિંહ ચાવડા, પી.ટી.જાડેજા, તળાજા રાજપુત યુવા સમાજ પ્રમુખ રવિરાજસિંહ વાળા, અમદાવાદનાં અતુલભાઈ દવે, ભાવનગર સહિત વિવિધ જીલ્લા તાલુકા રાજપુત સમાજનાં આગેવાનો, ઘોઘાવદરનાં શામળદાસ બાપુ, ગોંડલનાં શશીકાંત રૈયાણી, ક્રિષ્‍નાબેન તન્ના સહિત વિવિધ જ્ઞાતિઓ તથા સંસ્‍થાઓનાં હોદેદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:02 PM IST)