News of Saturday, 6th September 2025
પોરબંદરમાં નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે ‘સેવા પખવાડિયુ' ઉજવાશેઃ ભાજપની મહત્વની બેઠક
રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીની ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં નિર્ણયઃ તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી યોજાશે અનેક કાર્યક્રમો : સ્વચ્છતા અભિયાન, ‘એક પેડ માં કે નામ' વૃક્ષારોપણ, રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર વડાપ્રધાનના જીવન પરની દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન, પ્રબુધ્ધ વર્ગ સંવાદ, દિવ્યાંગો અને રાજ્યના અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન, ‘વોકલ ફોર લોકલ'નો પ્રચાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિષેના પસંદગીના પુસ્તકોનું વિતરણ, સાંસદ રમત-ગમત સ્પર્ધા, વિકસિત ભારત ચિત્ર સ્પર્ધા, મોદી વિકાસ મેરેથોન, નરેન્દ્રભાઈ મોદીના જીવન પર આધારિત પ્રદર્શની, પંડિત દિન દયાળ ઉપાધ્યાય જન્મ જ્યંતી, મહાત્મા ગાંધી જ્યંતી વગેરે કાર્યક્રમો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૬: પોરબંદરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ‘સેવા પખવાડિયા'નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે યોજાનારા ‘સેવા પખવાડિયા' સંદર્ભે પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી તથા તમામ મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, ઇન્ચાર્જશ્રીઓ અને સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં ‘સેવા પખવાડિયા અનુસંધાને યોજાનાર કાર્યક્રમો ને લઇ ને વિસ્તળત ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ સેવા પખવાડિયાના ઇન્ચાર્જ તરીકે લક્કીરાજસિંહ વાળા અને મશરીભાઇ ખૂંટી ની નિમણુંક કરવામાં આવી છે. આ સેવા પખવાડિયા ના આયોજન માટે ભાજપના સિનિયર આગેવાન કેતનભાઈ દાણી માર્ગદર્શન પૂરું પડશે.
દેશને સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ છે. ‘સેવા પરમો ધર્મ ના સિદ્ધાંતને પરિપૂર્ણ કરી રહેલ માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતળત્વમાં સમાજના ગરીબ, શોષિત અને વંચિત વર્ગના ઉત્થાન માટે ઘણા ઐતિહાસિક કાર્યો થઈ રહ્યા છે.
તેમનું વ્યક્તિત્વ અને કાર્યો અદ્વિતીય છે. દર વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર, ગાંધી જયંતિ સુધી ‘સેવા પખવાડા' તરીકે વિવિધ પ્રકારના સેવાકીય અને સામાજિક કાર્યક્રમો દ્વારા ઉજવીએ છીએ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા આપતા તેઓના વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઈએ છીએ.
ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા, ભારતને આત્મનિર્ભર બનાવવા, ટેકનોલોજી અને નવા આયામોમાં વૈશ્વિક નેતળત્વ પ્રાપ્ત કરવા, સમાજના તમામ વર્ગો સુધી સામાજિક ન્યાય સુનિヘતિ કરવા ‘વોકલ ફોર લોકલ'ના મંત્ર સાથે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આહવાન કર્યું છે. દેશવાસીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વ પર ગર્વ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીની સૂચના મુજબ તા. ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિવસથી તા. ૦૨ ઓક્ટોબર, ગાંધી જયંતિ સુધી ‘સેવા પખવાડા' દરમિયાન દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે જે અંતર્ગત પોરબંદરમાં પણ કાર્યક્રમો યોજાશે.
જેમાં સ્વચ્છતા અભિયાન, ‘એક પેડ માં કે નામ' વળક્ષારોપણ, રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર વડાપ્રધાનશ્રીના જીવન પર બનેલી દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન, પ્રબુદ્ધ વર્ગ સંવાદ, દિવ્યાંગો અને રાજ્યના અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવું, ‘વોકલ ફોર લોકલ'નો પ્રચાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિષેના પસંદગીના પુસ્તકોનું વિતરણ, સંસદ રમત-ગમત સ્પર્ધા, વિકસિત ભારત ચિત્ર સ્પર્ધા, મોદી વિકાસ મેરેથોન, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જીવન પર આધારિત પ્રદર્શની, તા. ૨૫ સપ્ટેમ્બર - પંડિત દિન દયાળ ઉપાધ્યાય જન્મ જ્યંતી, તા. ૨ ઓક્ટોબર મહાત્મા ગાંધી જ્યંતી વગેરે કાર્યક્રમોના આયોજન માટેની આ બેઠકમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદીની ઉપસ્થિતિમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
