<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

સનાતન ધર્મ સંસ્‍થાન સેવા ટ્રસ્‍ટ મહિલા સંગઠન સમિતીના માર્ગદર્શક મુક્‍તાનંદજી બાપુ અને સંસ્‍થાના મહિલા પ્રમુખ ઉષા કપૂરને ઝિમ્‍બાબ્‍વેના ડેપ્‍યુટી મિનિસ્‍ટરઓફ ઇન્‍ડસ્‍ટ્રી એન્‍ડ કોમર્સ મિસ્‍ટર રાજ મોદી મળ્‍યા

 

 જુનાગઢ, સનાતન સંસ્‍કળતિ પ્રેરણા આપે છે કે જીવન સરળ બનાવો. સત્‍યના પંથ પર ચાલો. સાદગીભર્યું જીવન જીવો.ઉચ્‍ચ વિચારો અપનાવો. આવા જ બધા ગુણો ધરાવતા ઝિમ્‍બાબ્‍વેના ડેપ્‍યુટી મિનિસ્‍ટર ઓફ ઇન્‍ડસ્‍ટ્રી એન્‍ડ કોમર્સ મિસ્‍ટર રાજ મોદીએ પૂજ્‍ય બાપુને મળીને આશીર્વાદ મેળવ્‍યાં, તેમજ સાથે ગુજરાત અને ઝિમ્‍બાબ્‍વે વચ્‍ચે સનાતનનો પ્રચાર પ્રસાર કેમ વધુ સારી રીતે થઈ શકે અને નારી સશક્‍તિકરણના પ્રોજેક્‍ટ્‍સ પણ કેમ વિશેષ થઈ શકે તે વિશે ચર્ચા કરી અને ઝિમ્‍બાબ્‍વે આવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું. સનાતન સંસ્‍કળતિના પ્રચાર પ્રસારથી લોકો સંબંધોનું મૂલ્‍ય સમજશે અને તેમનું દાયિત્‍વ નિભાવતા શીખશે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી દૂર રહેશે. તેમ જુનાગઢ જિલ્લા મહિલા સનાતન સંસ્‍થાન પ્રમુખ કૈલાસબેન વેગડા એ જણાવ્‍યું છે.

(1:32 PM IST)