News of Saturday, 6th September 2025
ઘોઘા-અઢી, ભાવનગર-શિહોરમાં ર ઇંચ વરસાદ વરસ્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૬ :.. ભાવનગર જીલ્લામાં ઝાપટાથી માંડીને અઢી ઇંચ વરસાદ પડયો છે.
જેમાં ઘોઘામાં અઢી ઇંચ, ભાવનગર, શિહોરમાં ર ઇંચ વરસાદ પડયો હતો.
જયારે વલ્લભીપુરમાં દોઢ, ઉમરાળામાં ૧ ઇંચ તથા તળાજામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
ગારીયાધાર, પાલીતાણા, મહુવા, જેશરમાં ઝાપટા પડયા છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
