<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

ગાડી ચલાવવાની બોલાચાલીમાં યુવાનની કરી હતી હત્‍યા : કચ્‍છના મુન્‍દ્રામાં મળેલ લાશનો ભેદ ઉકેલાયો

૪ શકમંદ પૈકી હત્‍યારો કોણ ? ૧૧ સીસી ટીવીનું ૧૨૮ કલાકનું રેકોર્ડિગ જોઇ પોલીસે બિનવારસુ લાશનો ભેદ ઉકેલ્‍યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૬: એક યુવક ઓમચંદ્ર રંથુ માંજી રહે ઝારખંડ વાળાની લાશ ઇજાગ્રસ્‍ત હાલતમાં યશ વોટર પ્‍લાન્‍ટની સામેના ભાગે પાણીના નાળા પાસે ધ્રબ સીમમાંથી મળેલ હતી. જે બાબતે મુંદરા પોલીસ સ્‍ટેશન ખાતે ખુનનો અનડીટેક્‍ટ ગુનો મુંદરા પોલીસ સ્‍ટેશનના ગુ.૨.ન.૧૩૦૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૦૩(૧) તથા જી.પી.એક્‍ટ ૧૩૫ મુજબ દાખલ થયેલ.

જે અન્‍વયે મે. પોલીસ મહાનીરીક્ષક ચિરાગ કોરડિયા બોર્ડર રેન્‍જ કચ્‍છ-ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા પશ્‍ચિમ કચ્‍છ-ભુજ તથા ના.પો.અધિ.શ્રી રવિરાજસિંહ ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓ દ્વારા સદર ખુનના અનડીટેક્‍ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને સત્‍વરે પકડી પાડવા સુચના આપવામા આવેલ.

જે અન્‍વયે મુંદરા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેક્‍ટર આર.જે.ઠુંમર નાઓની આગેવાનીમાં કુલ ૧૮ પોલીસ કર્મચારીઓ તથા ૦૨ પોલીસ સબ ઇન્‍સપેક્‍ટરની ત્રણ અલગ અલગ ટીમો બનાવવામા આવેલ. જે ટીમોએ આ ગુનાનો ભેદ ઉકેલવા તનતોડ મહેનત કરેલ. આ કામે બનાવ સ્‍થળની આજુબાજુના ૧૧ સી.સી.ટી.વી. કેમેરાનુ કુલ ૧૨૮ કલાકનુ રેકોર્ડીંગ જીણવટ પુર્વક અને ધીરજથી તપાસવામાં આવેલ. જે આધારે કુલ ૪ જેટલા શકમંદ ઇસમો ઉપર તપાસ કેન્‍દ્રીત થયેલ. અને આ સી.સી.ટી.વી. તથા ટેક્રીકલ સર્વેલન્‍સ અને કુશળતા પુર્વકની પુછપરછ આધારે શકમંદો પૈકી આરોપી રોમેન હરીનાથ સ/ઓ ઉર્ફે ગંજન ટાંટી ઉ.વ.૨૫ રહે.મુળ હાલેશ્વર લાઈન સોનીતપુર આસામ હાલે રહે. યશ વોટર પ્‍લાન્‍ટની બાજુની ઓરડીઓમા ધ્રબ સીમ મુંદરા વાળાએ કબુલાત આપેલ કે, તા.૦૩/૦૯/૨૦૨૫ ના રોજ સવારે પોતાને મરણ જનાર સાથે ગાડી ચલાવવા બાબતે બોલાચાલી થતા તેનો ગુસ્‍સો રાખી સદર હત્‍યાના બનાવને અંજામ આપેલ છે. અને જણાવેલ કે, ગઈ તા.૦૩/૦૯/૨૦૨૫ ના રાતના પોતે અને મરણ જનાર અદાણી વિલ્‍માર પાસેની કોલોનીમાં ઓડીશા વાસીઓનુ પરંપરાગત ફંકશન હોઇ તેમા ગયેલા અને પરત આવતી વખતે મરણ જનારને વાતોવાતોમાં બનાવવાળી જગ્‍યાએ લાવી ત્‍યાં માથા પર સીમેન્‍ટના ગજીયાથી વાર કરી હત્‍યા નિપજાવેલ તેવી હકીકત જણાવેલ.

 આ કામે આરોપીને સાથે રાખી ઘટનાનુ રીકન્‍સ્‍ટ્રકશન કરવામા આવેલ તે દરમ્‍યાન હત્‍યામાં વપરાયેલ પથ્‍થર તથા મરણ જનારના બે મોબાઈલ ફોન બનાવવાળી જગ્‍યાની બાજુમા ગટરની ટેન્‍કમા ફેકી દીધેલ તે રીકવર કરવામા આવેલ અને આરોપીને ધોરણસર અટક કરી રિમાન્‍ડ મેળવવાની તજવીજ ચાલુ છે.

રોમેન હરીનાથ ઉર્ફે ગંજન ટાંટી ઉ.વ.૨૫ રહે. મુળ હાલેશ્વર લાઈન સોનીતપુર આસામ હાલે રહે. યશ વોટર પ્‍લાન્‍ટની બાજુની ઓરડીઓમા ધ્રબ સીમ મુંદરાની ધરપકડ કરી છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સપેક્‍ટર આર.જે.ઠુંમર તથા પો.સબ ઇન્‍સ.વી.એમ.ડામોર તથા ડી.જે.ઠાકોર તથા મુંદરા પોલીસ સ્‍ટેશનના કર્મચારીઓ જોડાયેલ હતા.

(2:51 PM IST)