News of Saturday, 6th September 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આજે બપોરે ભેદી ધ્રુજારી થતાં લોકોમાં ચિંતા
ભૂકંપનો કોઈ આંચકો નોંધાયો નથી પણ વરસાદના કારણે કે કોઈ મિલ્ટ્રીના તાલીમી વિમાનના કારણે આ અવાજ તથા ધ્રુજારી થવાની શક્યતા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આજે બપોરે ભેદી ધ્રુજારી થતાં લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ધડાકા સાથે આજે બપોરે 2:48 વાગ્યે ભૂકંપની જેમ ધ્રુજારી થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
જોકે ડિઝાસ્ટર જિલ્લા મેનેજમેન્ટનો સંપર્ક સાધતા તેમના જણાવ્યા પ્રમાણે ભૂકંપનો કોઈ આંચકો નોંધાયો નથી પણ વરસાદના સંદર્ભને કારણે કે કોઈ મિલ્ટ્રીના તાલીમી વિમાનના કોઈ ધડાકાના કારણે આ અવાજ થતા ધ્રુજારી થવાની શક્યતા જણાવાઈ રહી છે ભૂકંપ આવેલો નથી.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
