તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 6th September 2025
પડધરીના મોવૈયા પાસે પાણીમાં તણાયેલા વૃદ્ધનો મૃતદેહ મળ્યો : જુઓ વિડિયો
એનડીઆરએફની ટીમે વહેતા પાણીના પ્રવાહમાંથી શોધખોળ આદરી'તી

(વિડીયો સંજય ડાંગર-ધ્રોલ) (મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા., ૬: પડધરીના મોવૈયા ગામે આજે સવારના ત્રણ ઇંચથી વધુ વરસાદ પડી જતા મોવૈયા ગામે આવેલ બેઠા કોઝવે પરથી એક વ્યકિત વાડીએથી ગામ તરફ પરત ફરી રહેલ હતા ત્યારે કોઝવે ઉપરથી સવારે ૧૦.૩૦ કલાક આસપાસ પાણીનો પુષ્કળ પ્રવાહ વહેતા વહેણમાં તણાઇ ગયેલ જેની ઉમર આશરે ૭૦ વર્ષ છે. જીવરાજભાઇ પોપટભાઇ તળપદા ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા વહેતા પ્રવાહમાં શોધખોળ આદરેલ. જયારે ઘણા લાંબા સમય બાદ તેમનો મૃતદેહ બહાર કાઢવામાં આવેલ.
પડધરી પોલીસ સ્ટેશન પીઆઇ પરમાર પડધરી મામલતદાર સખીયા તાલુકા વિકાસ અધિકારી ભીમાણી તેમજ પડધરી પોલીસ સ્ટેશન સ્ટાફ સ્થળ પર છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
