News of Saturday, 6th September 2025
આર્ચિયન ગ્રુપની કચ્છ સહિત દેશભરમાં આવેલ ૨૫ ઓફિસો ઉપર આવકવેરાનું સર્ચ ઓપરેશન
બ્રોમાઈન, સોડિયમનું મોટું ઉત્પાદન ધરાવતી કંપની ઉપર કરચોરીની તપાસ

ભુજ : બ્રોમાઈન અને સોડિયમનું ઉત્પાદન કરતા દેશના નામાંકિત એવા આર્ચિયન ગ્રુપ ઉપર આવકવેરા વિભાગનું મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. તામિલનાડુના ચેન્નાઈ ખાતે મુખ્ય ઓફિસ ધરાવતા આર્ચિયન ગ્રુપની કચ્છમાં ભુજ સહિત દેશભરમાં ૨૫ સ્થળોએ ઓફિસ આવેલી છે એ તમામ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ૪૦૦૦ કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતી આર્ચિયન કંપની શેર બજારમાં લિસ્ટેડ છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
