<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

મોરબી મહાનગરપાલિકા દ્વારા શોભેશ્વર રોડ પિકનિક સેન્ટર એ ગણેશ વિસર્જન નું આયોજન

મહાનગરપાલિકા ટીમ પોલીસ ટીમ અને કાંઈ દુર્ઘટના ના બને તે માટે ફાયરની ટીમ પણ સ્ટેન્ડબાય

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા તરફ શોભેશ્વર રોડ પિકનિક સેન્ટર એ ગણેશ વિસર્જન નું આયોજન કરેલ છે.

તારીખ : ૩૧/૦૮/૨૦૨૫ ના રોજ ૧૩૦ ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવામાં આવેલ.

તારીખ : ૦૨/૦૯/૨૦૨૫ ના રોજ ૭૬  ગણેશજીની મૂર્તિ.

તારીખ : ૦૪/૦૯/૨૦૨૫ ના રોજ ૪૨ ગણેશજીની મૂર્તિ.

તારીખ : ૦૬/૦૯/૨૦૨૫ ના રોજ હાલ ૧૮૦ જેવી ગણેશજીની મૂર્તિ હાલ સુધી આવી ગઈ છે. વિસર્જન કરી દીધું છે મહાનગરપાલિકા ટીમ પોલીસ ટીમ અને કાંઈ દુર્ઘટના ના બને તે માટે ફાયરની ટીમ પણ સ્ટેન્ડબાય છે.

(7:30 PM IST)