<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ ભરાઈ ગયા બાદ પાણીની સતત આવક ચાલુ રહેતા ડેમના 2 દરવાજા ખોલાયા.

નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના

( પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તાલુકાના જીકીયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાતા ઓવરફ્લો થઈ રહ્યો છે. સતત વરસાદના કારણે ડેમમાં અવિરત પાણીની આવક થઈ રહી છે. ડેમ 100 ટકા ભરાઈ જતા હાલ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

(11:58 AM IST)