<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ભાદર ડેમ ૭૦ ટકા ભરાઈ જતા અસરગ્રસ્ત ગામના લોકોને દૂર રહેવા સૂચના

વેચાણ વાળા વિસ્તારમાં નદીના પટની આસપાસ ન જવા તેમજ સલામત સ્થળે ખસી જવા સૂચના

રાજકોટ : -રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પાસે આવેલ ભાદર ડેમ ૭૦ ટકા ભરાઈ ગયેલ છે, તેમ જ પાણીની આવક ચાલુ છે. ડેમની સપાટીનું રુલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવે તે પરિસ્થિતિમાં ધોરાજી તાલુકા હેઠળના ભૂખી ગામ સહિત વધારાના ગામો જેવા કે ઉમરકોટ, વેગડી, ગોંડલ, ભંડારીયા, ખંભાલીડા, મસીતાલા, નવાગામ, નિલાખા- જામકંડોરણા, ઈશ્વરીયા, તરવડા અને જેતપુર તાલુકાના જેતપુર, દેરડી કેરાલી, ખીરસરા, લુણાગરી, લુણાગરા, મોણપર ,પાંચપીપળા, નવાગઢ, રબારીકા, સરધારપુર, વડાસાડા સહિતના ગામના લોકોને નિચાણવાળા વિસ્તારમાં નદીના પટની આસપાસ ન જવા તેમજ સલામત સ્થળે ખસી જવા ફ્લડ કંટ્રોલરૂમ દ્વારા સૂચના આપવામાં આવે છે.

(12:01 PM IST)