<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ધ્રોલ તાલુકાના હરીપરગામ નજીકથી મધ્યપ્રદેશના દિલીપ બામણીયાને ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૩૬ મોબાઇલ ફોન તથા ઇકો મળી કુલ રૂ. ૩,૩૩,૩૬૮/- ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર - એલ.સી.બી. : જુઓ વિડીયો

કાલાવડ તાલુકાના સરાપાદર ગામે રહેતા શક્તિસિંહ જાડેજાએ દારૂનો જથ્થો મંગાવ્યો હતો દિલીપ આ જથ્થો મધ્યપ્રદેશથી ભરીને લાવ્યો હતો, દારૂ મંગાવનાર મુખ્ય આરોપી શક્તિસિંહ જાડેજાને પકડવા માટે તજવીજ

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૭

જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ધ્રોલ તાલુકાના હરીપર ગામ નજીકથી એક ઈસમની ધરપકડ કરીને તેની પાસેથી ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ, એક મોબાઈલ ફોન અને ઇકો કાર સહિત કુલ ₹ ૩,૩૩,૩૬૮/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, LCB સ્ટાફના મયુરસિંહ પરમાર, દિલીપભાઈ તલવાડીયા અને રૂષીરાજસિંહ વાળાને મળેલી ખાનગી બાતમીના આધારે ધ્રોલ તાલુકાના હરીપર ગામ પાસે હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન, આરોપી દિલીપભાઈ કેન્દુભાઈ બામણીયા (રહે. લીલઉમરી ગામ, મધ્યપ્રદેશ) તેમની ઇકો કાર (નંબર GJ 01 KQ 3799) સાથે પસાર થતાં તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન, કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની કુલ ૩૬ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલ, મોબાઈલ ફોન અને ઇકો કાર સહિત કુલ ₹ ૩,૩૩,૩૬૮/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરાપાદર ગામે રહેતા શક્તિસિંહ જાડેજાએ મંગાવ્યો હતો, અને દિલીપભાઈ આ જથ્થો મધ્યપ્રદેશથી ભરીને લાવ્યા હતા. પોલીસે દિલીપભાઈ વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂ મંગાવનાર મુખ્ય આરોપી શક્તિસિંહ જાડેજાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

આ સમગ્ર કાર્યવાહી પો.ઇન્સ.  વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. પી.એન. મોરી, પો.સ.ઈ. શ્રી સી.એમ. કાંટેલીયા અને LCB સ્ટાફના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવી હતી.

(12:30 PM IST)