News of Sunday, 7th September 2025
કચ્છના માંડવી બીચ ઉપર જાહેર જનતામાં ભય ફેલાવતા શખ્સને ખુલ્લી છરી સાથે પોલીસે દબોચી લીધો : જૂઓ વિડીયો
પીઆઇ ચેતક બારોટના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસકર્મી સહિતની ટીમે પોતાનો જીવ જોખમમાં મૂકીને આરોપી અર્નિશ ગુલામમામદને ઝડપી પાડ્યો : કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

(વિનોદ ગાલા દ્વારા ભુજ) માંડવી: કચ્છના જાણીતા માંડવી બીચ ઉપર સહેલાણીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાવતા એક શખ્સને પોલીસે ખુલ્લી છરી સાથે ઝડપી પાડ્યો છે. આ શખ્સ જાહેરમાં છરી સાથે ફરી રહ્યો હતો, જેના કારણે લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.
બનાવની વિગતો અનુસાર, માંડવી બીચ પર સુરક્ષા બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલા પોલીસ સ્ટાફની નજર આ શખ્સ પર પડી હતી. પીઆઈ ચેતક બારોટના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવી રહેલા WHC નંદીનીબેન મગનભાઈ, WHC શિલ્પાબા, PC દેવાભાઈ તથા GRD સ્ટાફના માણસોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને જોતા જ આરોપી શખ્સ અર્નિશ ગુલામમામદ જત ગભરાઈ ગયો હતો, પરંતુ પોલીસ ટીમે કોઈને પણ જાનહાનિ ન થાય તે માટે પોતાના જીવનું જોખમ ઉઠાવીને હિંમતપૂર્વક આ શખ્સને દબોચી લીધો હતો. તેની પાસેથી ખુલ્લી છરી પણ કબજે કરવામાં આવી છે. પોલીસે આ સમગ્ર ઘટના અંગે અર્નિશ ગુલામમામદ જત વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ સમયસૂચકતા અને બહાદુરીભરી કાર્યવાહીને કારણે કોઈ મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ હતી.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
