<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

વાંકાનેર : મચ્છુ-1 ડેમ 100 ટકા ભરાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા.

ડેમમાં હાલ પાણીની આવક (ઈન-ફ્લો) 2655 ક્યુસેક છે, જ્યારે પાણીનો આઉટ-ફ્લો 623 ક્યુસેક છે

( પ્રવિણ  વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા મચ્છુ-1 જળાશય 100 ટકા ભરાયો છે. ડેમમાં હાલ પાણીની આવક (ઈન-ફ્લો) 2655 ક્યુસેક છે, જ્યારે પાણીનો આઉટ-ફ્લો 623 ક્યુસેક છે, જે સતત વધી રહ્યો છે.


આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. આ અસરગ્રસ્ત ગામોમાં અદેપર, લખધીરનગર, લીલાપર, મકનસર વાંકાનેર, ધમલપુર, ઢુવા, ગરિયા, હોલમઢ, જાલસીકા, કેરાળા, લુણાસરીયા, મહિકા, પાજપંજ, પંચાસર, પંચાસિયા, રણકપુર, રસિકગઢ, રાતીદેવળી, શોભવાડા, વઘાસીયા, વાંકિયા, જોધપુર, અને હસનપુરનો સમાવેશ થાય છે. આ તમામ ગામોના લોકોને નદીના પટમાં અથવા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા અને પોતાની તથા માલ-મિલકતની સલામતી માટે તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

(4:54 PM IST)