<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ભાવનગરમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવા કાર્યો

કલરફૂલ ગ્રીન કાળીયાબીડ” અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ માં ૪૨૫ છોડવા વાવવામાં આવશે

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : આગામી તા-11/9/2025 ને ગુરુવારે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ,પૂર્વ કેબીનેટ શિક્ષણમંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય  જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.
ભાવનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ ઉજવણી અંગેની વિગતો આપવામાં આવી હતી. જન્મદિવસ નિમિતે મેડીકલ કેમ્પ શ્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા,અક્ષરપાર્ક,કુંભારવાડા,ભાવનગર ખાતે યોજાશે.તેમજ ભાવનગરની જુદી-જુદી સંસ્થાઓ બહેરા મૂંગા શાળા,અંકુર વિધાલય,તાપીબાઈ વિકાસ ગૃહ,નંદકુંવરબા બાલાઆશ્રમ,વૃધાશ્રમ ઘોઘાસર્કલ અને સિંધુનગર વૃધાશ્રમ,સરદારનગર વૃધાશ્રમ તેમજ રક્તપિત હોસ્પિટલની તમામ સંસ્થાઓમાં અંદાજીત 1400 લોકોને આ દિવસે ભોજન કરાવવામાં આવશે.
તેમજ “કલરફૂલ ગ્રીન કાળીયાબીડ” અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાળીયાબીડ પાણી ની ટાંકી થી વિરાણી સર્કલ અને વિરાણી સર્કલ થી ભગવતી સર્કલ સુધી કલરફૂલ ફૂલોના છોડવા,પેથોડીયા નામના કલરફૂલ છોડવા પાઈલોટ પ્રોજેક્ટ તરીકે જન્મદિવસ નિમિતે ૪૨૫ છોડવા વાવવામાં આવશે .આ વૃક્ષ અંદાજીત ૮ ફૂટ કરતા ઉંચા રોપવામાં આવશે.આ વૃક્ષ થી પ્રદુષણનું પ્રમાણ ઘટશે, ઓક્સીજન વધશે અને આ વૃક્ષમાં આવતા વિવિધ કલરના ફૂલોથી કાળીયાબીડ અને આગળ ઉપર સમગ્ર ભાવનગરમાં રોપવાથી શહેરની સુંદરતા માં ખુબજ વધારો થશે.
ત્યારબાદ સમગ્ર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અને ભાવનગર શહેરમાં આ પ્રકારના છોડવા રોપવામાં આવશે અને ગ્રીન પશ્ચિમ પ્રોજેકટ તરીકે આ છોડવા રોપવામાં આવશે. પત્રકાર પરિષદમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, દંડક ઉષાબેન, શહેર પ્રમુખ કુમારભાઈ શાહ, મહેશભાઈ રાવળ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(5:35 PM IST)