હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓલ ગુજરાત મકરાણી બ્લોચ સમાજના પ્રમુખ જહાંગીરભાઈ બ્લોચના અધ્યક્ષ સ્થાને દ્રોણ ગામે સ્નેહમિલન યોજાયો
મકરાણી બ્લોચ સમાજને શિક્ષણ ક્ષેત્ર આગળ આવવા તેમજ દિની તાલીમ લેવા ઉપર ભાર મુકેલ અને સમાજમાં કુરીવાજો દૂર કરવા હાકલ કરેલ

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામે મકરાણી બ્લોચ સમાજનું સ્નેહમિલન આજે તારીખ ૭-૯-૨૫ને રવિવારના દિવસે સવારે ૧૦ કલાકે પ્રમુખ-રિટાયર્ડ નાયબ મામલતદાર જહાંગીરભાઈ બ્લોચના અધ્યક્ષસ્થાને યોજાયુ હતુ. સ્નેહમિલનમાં જિલ્લા તાલુકા ગામડેથી બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઊપસ્થિત રહ્યા હતા
.અધ્યક્ષ જોરાવરખાનભાઈ બ્લોચ તથા બ્લોચ રહિમદાદભાઈ વલીમહમદભાઈ ગીર દુધાળા ગામના માજી સરપંચ તેમજ મકરાણી બ્લોચ સમાજના સૌરાષ્ટ્ર જોનના ઉપપ્રમુખ જિલ્લા પ્રમુખ એજાજભાઈ બ્લોચ તથા વલાદરના માજી સરપંચ હનીફભાઈ બ્લોચ તથા જાવંત્રીના સરપંચ અલ્તાફભાઈ બ્લોચ તથા રજાક અબા તથા દ્રોણના માજી સરપંચ હુસેનભાઇ તેમજ માજી સરપંચ નુરાભાઈ જામનગરથી અત્રે આવેલ રફાકતભાઈ બ્લોચ તથા માજી આરએફઓ રફીકભાઈ બ્લોચ તથા ગીર ગઢડા એડવોકેટ સલમાનભાઈ બ્લોચ તેમજ મહેબુબભાઇ એડવોકેટ નોટરી ગીર ગઢડા તથા નિવૃત એએસઆઈ મહમદભાઈ બ્લોચ રાતીધાર ઉપસ્થિત રહેલા આગેવાનો સાથે સ્નેહ મિલન યોજી સ્નેહ મિલનમાં મકરાણી બ્લોચ સમાજને શિક્ષણ ક્ષેત્ર આગળ આવવા તેમજ દિની તાલીમ લેવા ઉપર ભાર મુકેલ અને સમાજમાં કુરીવાજો જેવા કે લગ્નમાં કંકોત્રી છાપવી તેમજ ડીજે વગાડવા અન્ય કુરીવાજો દૂર કરવા ભાર મુકેલ અત્યારે લગ્નમાં વોટ્સએપના માધ્યમથી જાણ કરવી સમાજને બીનજરૂરી ખર્ચાથી બચાવા જણાવી સ્નેહમિલનમાં સૌએ સાથે ભોજન કરી સમાજ હર હંમેશાં મકરાણી બ્લોચ સમાજ સાથે છે તેમ જણાવ્યું હતુ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
