<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ઉપલેટાના ગઢાળા નજીક આવેલ મોજ ડેમ છલકાયો: મોજ નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા

ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા ડેમના ત્રણ દરવાજા 5 ફુટ ખોલવામાં આવ્યા

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા નજીક આવેલ મોજ ડેમ છલકાયો છે. મોજ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે. ઉપલેટા પંથકને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડતો મોજ ડેમ સતત ત્રીજી વખત છલકાયો છે. ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા ડેમના ત્રણ દરવાજા 5 ફુટ ખોલવામાં આવ્યા છે. મોજ ડેમમાંથી મોજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી બની ગાંડીતુંર. મોજ નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.

 

(11:35 PM IST)