<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ડિપ્રેશન આગળ વધતાં કચ્છના રાપરમાં ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો: ફતેહગઢ અને સુવઈ ડેમ ઓવરફ્લો થતા એલર્ટ,:જુઓ વિડીયો

છેલ્લા ૪ કલાક થયા જેમ જેમ ડિપ્રેશન આગળ વધે છે તેમ તેમ તેની અસર પાકિસ્તાન તેમ જ રાજસ્થાનને જોડતા કચ્છમાં સરહદી રણ વિસ્તાર રાપરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં દેખાઈ રહી છે

ભુજ :: છેલ્લા ૪ કલાક થયા જેમ જેમ ડિપ્રેશન આગળ વધે છે તેમ તેમ તેની અસર પાકિસ્તાન તેમ જ રાજસ્થાનને જોડતા કચ્છમાં સરહદી રણ વિસ્તાર રાપરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં દેખાઈ રહી છે. રાત્રે ૮ થી અત્યારે રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં રાપરમાં ૪ કલાકમાં અનરાધાર ૭ ઇંચ વરસાદ તૂટી પડ્યો છે. દિવસનો અત્યાર સુધીનો વરસાદ ૧૦ ઇંચ થયો છે. જ્યારે ધોળાવીરા રણ વિસ્તારમાં ૧૨ ઇંચ થી વધુ વરસાદ પડી જતા રણ દરિયામાં ફેરવાઇ ગયું છે. રાપરના બે મોટા ડેમ સુવઈ અને ફતેહગઢ છલકાઈ જતા હેઠવાસના ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. કચ્છના અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ છે.

(વિનોદ ગાલા દ્વારા ભુજ)

(12:18 AM IST)