<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

કચ્છના રાપરમાં બારે મેઘ ખાંગા : ૧૪ ઇંચ વરસાદ : જુઓ વિડિઓ

લખપત, અંજાર અને ગાંધીધામમાં ૪ ઇંચ, ભુજ. ભચાઉ અને નખત્રાણામાં ૩ ઇંચ, મુન્દ્રા ૨, અબડાસા દોઢ અને માંડવીમાં ૧ ઇંચ વરસાદ : શાળા- કોલેજોમા રજા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : કચ્છના રાપરમાં બારે મેઘ ખાંગા થયા છે અને ૧૪ ઇંચ વરસાદ પડ્યો છે ગઈકાલ રવિવાર સવારના ૬ વાગ્યા થી આજે સોમવાર સવારે ૮ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ પ્રમાણે જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાપર ૧૪ ઇંચ, લખપત, અંજાર અને ગાંધીધામમાં ૪ ઇંચ, ભુજ. ભચાઉ અને નખત્રાણામાં ૩ ઇંચ, મુન્દ્રા ૨, અબડાસા દોઢ અને માંડવીમાં ૧ ઇંચ વરસાદ પડ્યો છે.

       કચ્છમાં ભારે વરસાદને પગલે આજે શાળા- કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.હજી પણ સતત વરસાદ ચાલુ છે. ભુજના હમીરસર તળાવ સહિત સમગ્ર કચ્છના ડેમ, તળાવ અને નદીઓમાં નવા પાણીની આવ ચાલુ છે. કચ્છનું રણ ભારે વરસાદને કારણે દરિયામાં ફેરવાયું છે.

(9:36 AM IST)