હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છના રાપરમાં બારે મેઘ ખાંગાઃ ૧૬ ઇંચ ખાબકયો : જુઓ વિડિયો
કચ્છમાં ડિપ્રેશન ઇફેક્ટ ભચાઉ, લખપત, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણામાં ૫ ઇંચ : મુન્દ્રા અઢી ઇંચ, માંડવી એક, અબડાસા બે ઇંચ, કચ્છનું રણ બન્યું દરિયો, સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ શાળા કોલેજો બંધ, સૌથી મોટો મોટા યક્ષનો મેળો પાછો ઠેલાયો, તળાવો, નદીઓ અને ડેમ પાણી પાણી, માંડવી બીચ બંધ, ખારોડા ગામે વીજળી પડતા બે ઘેટાના મોત

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ તા.૮ :.. આગાહી પ્રમાણે સમગ્ર કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદને પગલે આજે શાળા સ્કૂલો બંધ કરવાનો નિર્ણય તંત્ર એ લીધો છે. ડીપ ડિપ્રેશનની ઇફેક્ટ જ્યાં સૌથી વધુ છે એ રાપરમાં ગઈકાલ સવારના ૬ થી આજે ૧૦ વાગ્યા સુધી બારે મેઘ ખાંગા થયા છે અને ૧૬ ઇંચ વરસાદ પડ્યો છે. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદનો માહોલ છે, આંકડાકીય રીતે જોઈએ તો ગઈકાલ રવિવાર સવારના ૬ વાગ્યા થી આજે સોમવાર સવારે ૧૦ વાગ્યા સુધીના ૧૬ કલાક દરમ્યાન કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમના આંકડાઓ પ્રમાણે જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાપર ૧૬ ઇંચ જ્યારે લખપત, અંજાર, ગાંધીધામ, ભુજ. ભચાઉ અને નખત્રાણામાં ૫ ઇંચ, મુન્દ્રા અઢી અબડાસામાં બે અને માંડવીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. હજી પણ સમગ્ર જિલ્લામાં દસે દસ તાલુકાઓમાં છૂટો છવાયો કયાંક ધોધમાર તો કયાંક મધ્યમ અને કયાંક ધીમો ધીમો વરસાદ સતત ચાલુ જ છે. ભુજના હમીરસર તળાવ સહિત સમગ્ર કચ્છના ડેમ, તળાવ અને નદીઓમાં નવા પાણીની આવક ચાલુ છે. કચ્છનું રણ ભારે વરસાદને કારણે દરિયામાં ફેરવાયું છે. ધોળાવીરા, રોડ ટુ હેવનથી ખાવડા સુધીના રણ વિસ્તારમાં જાણે દરિયો ઘૂઘવે છે. ભારે વરસાદથી રાપરનું નગાસર તળાવ પાંચ વર્ષ બાદ છલકાયું છે. રાપરના બે મોટા ડેમ ફતેહગઢ અને સુવઈ ઓવરફલો થવામાં હોઈ હેઠવાસના ગામોને એલર્ટ અપાયું છે. રાપરના હરોડા ગામે વરસાદ વચ્ચે વીજળી પડતા બે ઘેટાંના મોત નિપજ્યા હતા. જ્યારે ભુજનો નિરોણા ડેમ ઓવરફલો થવામાં હોઈ ત્યાં પણ એલર્ટ અપાયું છે. જિલ્લામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે. અત્યાર સુધીનો વરસાદ એકંદરે શાંત રહ્યો છે. ગઈકાલથી શરૂ થયેલ કચ્છનો સૌથી મોટો ત્રણ દિવસ ચાલતો મોટા યક્ષનો મેળો હમણાં બે દિવસ માટે પાછો ઠેલાયો છે. (તસવીરો : મુકેશ રાજગોર, રાપર) (પ-૧૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
