News of Monday, 8th September 2025
યાત્રાધામ દ્વારકામાં પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધતા ભાવિકો
ભાદરવી પુર્ણિમાં સાથે શ્રાધ્ધપક્ષનો પ્રારંભ

(વિનુભાઇ સામાણી દ્વારા) તા.૮: ભાદરવા મહિનાથી પૂર્ણિમાં સાથે શ્રાધ્ધપક્ષની શરૂઆત થતા યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી જ ભાવિકોનો મોટો સમુદાય આવી પહોંચેલ અને પવિત્ર ગોમતી સ્નાન કરી છપ્પનસીડી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરમાં પહોંચી કાળિયા ઠાકોરને શિશ જુકાવી ધન્યતા અનુભવી હતી. આજથી શ્રાધ્ધપક્ષનો પ્રારંભ થયેલ હોય પુણ્ય સલીલા ગોમતી નદીના કાંઠે પિતૃતર્પણ માટે બહારથી પધારતા ભાવિકોની પણ શરૂઆત થઇ ચુકી છે. પૂનમ સાથે ચંદ્રગ્રહણ હોય બહોળી સખ્યામાં ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. પૂર્ણિમાંના અવસરે ભાવિકોએ ગાયોને ઘાસચારો, ભિક્ષુકોને જલેબી-ગાંઠીયાનો નાસ્તો, ભોજન સહિતની લહાણી કરી હતી. (તસ્વીરઃ દિપેશ સામાણી- દ્વારકા) (૩.૫)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
