News of Monday, 8th September 2025
અંજારમાં બે ભાઈઓના મોતઃ રમતા રમતા પાણીના ટાંકામાં પડ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮ :.. અંજારમાં બનેલ એક હૃદય દ્રાવક ઘટનામાં બે માસૂમ બાળકોના મોત નિપજ્યા હતા. મળતક બંને સગા ભાઈઓ હતા. કર્મચારી કોલોનીમાં રહેતા મૂળ બિહારના શ્રમિક બિટ્ટુ તિવારીના બે દીકરાઓ ૬ વર્ષનો અંકુશ અને ૭ વર્ષનો અભિનંદન ઘરની આસપાસ રમી રહ્યા હતા. રમતા રમતા તેઓ બાજુમાં નવા બની રહેલા મકાનની પાસે આવેલા ખુલ્લા પાણીના ટાંકા સુધી પહોંચ્યા અને અકસ્માતે તેમાં પડી ગયા હતા.
બાળકો ન મળતા ભયભીત પરિવારજનોએ તરત જ પોલીસને જાણ કરી હતી. અંજાર પોલીસની ટીમ બનાવની ગંભીરતા લઈને સ્થળ પર દોડી આવી હતી. પોલીસ અને પરીવારજનોની વ્યાપક તપાસ બાદ મકાનના પાણીના ટાંકામાંથી બંને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બંને બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મળત જાહેર કર્યા હતા. એક સાથે બબ્બે માસૂમ સંતાનો ગુમાવવાની આ ઘટનાના કારણે પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. આ હૃદય કંપાવતી ઘટના બાદ અંજાર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
