News of Monday, 8th September 2025
વઢવાણમાં ધોળા દિવસે પોણા ચાર લાખની ઘરફોડી

વઢવાણ, તા. ૮: સુડવેલ સોસાયટી હુન્ડાઇ શો રૂમની બાજુમાં ખાદી ભંડારની બાજુમાં અમન પાર્કમાં છેવાડામાં આવેલા મકાનમાં ઇમ્તીયાઝભાઈ હકીમભાઈ મોહાતના ચોરીનો બનાવ બન્યો હતો.
કોઈ અજાણ્યો શખસ તેમના ઘરમાં પ્રવેશ કરી ઘરના એલ્યુમિનિયમના મેઈન દરવાજે તાળુ મારવાનો નકુચો તોડી કાઢી નાખ્યો. રૂમમાં રહેલી તિજોરીના અંદરના નાના ખાનામાં પ્લાસ્ટિકના બોક્ષમાં મૂકેલા સોના ચાંદીના દાગીનામાં સોનાની બંગડી નંગ-૮ અંદાજે ૨ તોલાની કિંમત રૂ.૧૬,૦૦૦, સોનાના ચેઈન નંગ-૨ જેમાં એક ચેઈન અંદાજે અઢી તોલાનો કિંમત રૂ.૧૨,૦૦૦, બીજો સોનાનો ચેઈન અંદાજે ૧ તોલાનો કિંમત.રૂ. ૮૦૦૦, સોનાની વીંટી નંગ-૪ અંદાજે પોણા તોલાની અંદાજે કિંમત રૂ. ૬૦૦૦, સોનાની કડી નંગ-૪ તથા સોનાના દાણા નંગ-૨ અંદાજે અડધા તોલાના કિંમત રૂ. ૪૦૦૦, સોનાની બુટી નંગ-૨ અંદાજે અડધા તોલાની કિંમત રૂ. ૪૦૦૦, ચાંદીની લકી નંગ-૨ અંદાજે કિંમત રૂ. ૧૦૦૦, ચાંદીના છઠ્ઠા નંગ-૨ કિંમત રૂ. ૨૦૦૦, ચાંદીની ૧૦૦ ગ્રામની લગડી અંદાજે કિંમત રૂ. ૧૦૦૦, ચાંદીની વીંટી નંગ-૧૦ અંદાજે કિંમત રૂ. ૫૦૦૦ તથા તિજોરીમાં જસતની નાની પેટીમાં રાખેલા રોકડા રૂ.૩,૦૦,૦૦૦ તેમજ તિજોરીમાં પડેલી છૂટક પરચુરણ રોકડા રૂ. ૫૦૦૦ સહિત કુલ રૂ.૩,૬૪,૦૦૦ના મત્તાની ચોરી કરી લઈ ગયેલ.
ઇમ્તીયાઝભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે, પત્નીએ વાત કરેલી કે, રાતના અમો વઢવાણ હુશેનભાઈના ઘરે રોકાયેલા હતા. ઈદે મીલાદનો તહેવાર હોવાથી આઠેક વાગ્યાની આસપાસ હું ઘરે તાળુ મારી પાછી ચંદન ચોકમાં હુશેનભાઈના ઘરે જતી રહી હતી. સાંજના સાડા છએક વાગ્યાની આસપાસ ઘરે પાછી આવતાં મેં ઘરે આવીને જોયું તો ઘરનો બધા સર સામાન અસ્ત વ્યસ્ત પડેલો હતો.(૬.૬)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
