<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ભારે વરસાદની પરિસ્થિતિમાં કચ્છના ડેમ ઓવરફ્લો થતાં લોકોને સાવચેત રહેવા અપીલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮ :  કચ્છમાં ભારે વરસાદના લીધે જિલ્લામાં આવેલા મધ્યમ સિંચાઇ યોજના હેઠળના કુલ ૯ ડેમ ઓવરફ્લો થયા છે. આ ડેમોના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોના નાગરિકોને સતર્ક રહેવા અને કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ (૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭) સંપર્ક કરવા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

(11:04 AM IST)