હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કયાંથી ભણશે ગુજરાતઃ જીવાપર આંગણવાડી કેન્દ્રમાં ત્રણ વર્ષથી પાણી-પોપડા પડે છે યોગ્ય કરવા માંગ
ગ્રામ પંચાયત,આઈ.સી.ડી.એસ.ઓફિસ, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી;ઉપરથી પડતા પોપડા બાળકો ઉપર પડશે તો જવાબદારી કોની? વરસાદ દરમિયાન ફરજીયાત રજા રાખવી પડે છે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૮ જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલ જીવાપર ગામમાં આંગણવાડી કેન્દ્રમાં ત્રણ વર્ષથી ઉપરથી પાણી અને પોપડા પડતા હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં રોષ ફેલાઈ ગયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાના આટકોટ-સાણથલી રોડ ઉપર આવેલ જીવાપર ગામના આંગણવાડી કેન્દ્ર નંબર ૧૫૭ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસામાં ઉપરથી વરસાદનું પાણી ખૂબ જ પડતું હોવાથી બાળકોને ફરજિયાત રજા રાખવી પડે છે પાણી એટલું પડે છે કે આંગણવાડી કેન્દ્રમાં બેસી પણ ન શકાય !
આ ઉપરાંત કયારેક કયારેક ઉપરથી પોપડા પડતા હોય બાળકોને લાગી જવાનો ભય રહે છે બાળકોને જો પોપડા વાગી જાય તો તે જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન વાલીઓ પૂછી રહ્યા છે.આ અંગે આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતમાં, આંગણવાડીની મુખ્ય ઓફિસમાં તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને જીવાપર ગામની રૂબરૂ મુલાકાત સમયે રજૂઆતો કરવા છતાં આ અંગે હજુ સુધી યોગ્ય કાર્યવાહી ન થતી થઈ હોય બાળકોનો અભ્યાસ પણ બગડે છે અને વાલીઓમાં પણ રોષની લાગણી છવાઈ ગઈ છે આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા વાલીઓએ માંગણી કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
