<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ભારે વરસાદના લીધે કચ્છમાં ચિત્રોડ-રાપર-બાલાસર નેશનલહાઇવે બંધ

વૈકલ્પિક રસ્તા તરીકે રાપર-કલ્યાણપર-સેલારી-ફતેહગઢ-મોવાણા-બાલાસરનો ઉપયોગ કરવા વાહનચાલકોને અનુરોધ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮ : કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે રાપર તાલુકામાં નેશનલ હાઇવે નંબર ૯૨૭ સી(ચિત્રોડ-રાપર-બાલાસર) વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવેલ છે. આ રસ્તા ઉપર અવરજવર ન કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે. વાહનચાલકો વૈકલ્પિક રૂટ તરીકે રાપર-કલ્યાણપર-સેલારી-ફતેહગઢ-મોવાણા-બાલાસર રોડનો ઉપયોગ કરી શકશે.

(1:06 PM IST)