હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલ- ઉપલેટામાં જુગારના દરોડાઃ ૬ મહિલા સહિત ૧૩ પતા ટીંચતા પકડાયા
ગોંડલમાં મહિલા સંચાલીત જુગારના હાટડામાં ૬ મહિલા સહિત ૮ અને ઉપલેટામાં તબેલામાં જુગાર રમતા પ પકડાયા

રાજકોટ તા.૧૮: ગોંડલ અને ઉપલેટામાં જુગારના દરોડામાં ૬ મહિલા સહિત ૧૩ને પોલીસે પતા ટીંચતા ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ ગોંડલ ભગવતપરા શેરી નં.૩માં કાજલબેન મકવાણાના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગોંડલ સીટી પોલીસે રેઇડ કરી જુગાર રમતા (૧) કાજલબેન જગદીશભાઇ મકવાણા રહે.ગોંડલ ભગવતપરા શેરી નં.૩ મકાન માલીક, (ર) હંસાબેન પોપટભાઇ મકવાણા રે.ગોંડલ ભગવતપરા શેરી નં.૩, (૩) જયશ્રીબેન ભરતભાઇ ગોહેલ રે.ગોંડલ ભગવતપરા શેરી નં.૩, (૪) શાંન્તાબેન રમેશભાઇ મકવાણા રે.ગોંડલ ભગવતપરા શેરી નં.૧૨, (પ) જમનાબેન ઉર્ફે ટમલીબેન મનસુખભાઇ કીહલા રે.ગોંડલ હરભોલે ક્રિશ્ના પાર્ક આગળ, (૬) ભરત બાબુભાઇ ગોહેલ, ધંધો.મજુરી રે.ગોંડલ ભગવતપરા ક્રિષ્ના પાર્ક, (૭) મનસુખ સામજીભાઇ ગોહેલ રે.ગોંડલ ભગવતપરા કોળી સમાજના વાડી પાસે તથા (૮) મુસ્તાક કરીમભાઇ કટારીયા રહે.ગોંડલ ભગવતપરાને રોકડા રૂા.૨૧,૦૦૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં ઉપલેટા પોલીસે કૈલાશનગર ક્રિષ્ના પાન સામે આરોપી જેશા ડેરના ભોગવટાના તબેલામાં રેઇડ કરી જુગાર રમતા (૧) જેશા મેરામણભાઇ ડેર ધંધો.પશુપાલનનો રે.કૈલાશનગર, ઉપલેટા, (ર) હીરા ભગવાનભાઇ પરમાર ધંધો.ખેતી રે.ગોકુલધામ-૧ સોસાયટી, ઉપલેટા, (૩) પરબત મેણશીભાઇ ચંદ્રવાડીયા ધંધો.ખેતી રહે.વિક્રમ ચોક પાસે ઉપલેટા, (૪) જેઠા મુળુભાઇ પીંડારીયા ધંધો.ખેતી રહે. અશોક વાટીકા સોસાયટી, જુનો પોરબંદર રોડ ઉપલેટા તથા (પ) દિનેશ કરશનભાઇ કનારા ધંધો.ખેતી રહે.ચકલી ચોરા પાસે વીજળી રોડ ઉપલેટાને રોકડા રૂા.૬૬,૧૭૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
