News of Monday, 8th September 2025
૧૬ ઇંચ વરસાદથી રાપર પાણી પાણી: પોલીસે ૨૦ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કર્યા *રાપર વિખૂટું પડ્યું : જુઓ વિડિઓ
રાપરને જોડતા ત્રણ રસ્તાઓ બંધ થયા, પોલીસે જહેમત ઉઠાવી એક રસ્તો ખુલ્લો કરાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : કચ્છના રાપર શહેરમાં ૧૬ ઈંચ થી વધુ વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. રાપરના પત્રકાર મિત્ર મુકેશ રાજગોરરે વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે “અકિલા” ને આપેલી માહિતી અનુસાર ૧૬ ઇંચ જેટલો અતિ ભારે વરસાદ થતાં રાપર શહેર વિખુટુ પડી ગયું હતું. રાપર શહેર ને જોડતા રાપર ભીમાસર આડેસર માર્ગ પર પાણી ફરી વળતા આ માર્ગ બંધ થયો હતો. જ્યારે રાપર બાલાસર ધોરાવીરા માર્ગ પર પુલીયુ તુટી જતા આ માર્ગ પણ બંધ થયો છે. રાપર રામવાવ ભચાઉ રાપર નજીક ફલકુ નદી વહેતી થતાં આ માર્ગ પણ બંધ થતા એક માત્ર રાપર ચિત્રોડ સામખિયાળી માર્ગ ચાલુ રહ્યો હતો. પરંતુ આ માર્ગ ઉપર આઇટીઆઇ પાસે કોઝવે મા પાણી વધારે પ્રમાણમાં આવી ગયું હતું એટલે આ માર્ગ પર ધુળ માટી દુર કરવા માટે પોલીસે જહેમત ઉઠાવી વાહનવ્યવહાર પૂર્વત્વત ચાલુ રહે એવો પ્રયાસ કર્યો હતો. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી રાપર પીઆઈ જે.બી.બુબડીયા બાબુભાઈ કારોત્રા નરેશ ભાઈ ઠાકોર વિજય ભાઈ કિરણ બારોટ વિક્રમ દેસાઈ મુકેશ સિંહ રાઠોડ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક જેસીબી મશીન દ્વારા કોઝવે ની સાફ-સફાઈ કરી માર્ગ પૂર્વવત કરાવ્યો હતો. દરમ્યાન રાપરમાં ખોડીયાર મંદિર નજીક આવેલ રબારી સમાજ ના વિધાર્થીઓ માટે ની હોસ્ટેલ માં વીસ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં પાણી નો પ્રવાહ વધતા પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી આ વિધાર્થીઓનુ રેસ્ક્યુ ઓપરેશન કરી સલામત સ્થાને ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત રાપર ના આંઢવાળા તળાવ પાસે કોઝવે પાસે નગાસર પાસે ફલકુ નદી પાસે સહીત ના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. (તસવીરો: મુકેશ રાજગોર, રાપર)
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
