<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય હેમંતભાઈ ખવાએ પદયાત્રા કરીને ખરાબ રસ્‍તા મુદ્દે રોષ ઠાલવ્‍યોઃ મામલતદાર કચેરી બહાર હુસાતુસી થતા અટકાયત

જામનગરઃ જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય હેમંતભાઈ ખવાએ પદયાત્રા કરીને ખરાબ રસ્‍તા મુદ્દે રોષ ઠાલવ્‍યો હતો. મામલતદાર કચેરી બહાર ધારાસભ્‍ય અને PI વચ્‍ચે હુસાતુસી થતા પોલીસે અટકાયત કરી હતી. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર) 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: જામનગર જિલ્લાના જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય હેમંતભાઈ ખવાએ પદયાત્રા કરીને ખરાબ રસ્‍તા મુદ્દે રોષ ઠાલવ્‍યો હતો.પદયાત્રા કરી જામજોધપુર કચેરીએ પહોંચેલ ધારાસભ્‍ય હેમંત ખવા અને તેના સમર્થકોને પોલીસે આંતરી લીધા હતા. ખરાબ રસ્‍તાઓને લઈને ધારાસભ્‍ય ખવાએ ઈશ્વરીયા ગામથી જામજોધપુર સુધીની પદયાત્રા કરતા મામલતદાર કચેરી બહાર ધારાસભ્‍ય અને PI વચ્‍ચે હુસાતુસી થઈ હતી.

મામલતદારને રજૂઆત કરતી વખતે સમર્થકો ઉગ્ર બની જતા પોલીસે અટકાયત કરી હતી.

પદયાત્રા કરી મામલતદાર કચેરીને તાળા બંધી કરે તે પૂર્વે પોલીસે ધારાસભ્‍ય સહીતના કાર્યકરોની અટકાયત કરી હતી.

જામનગર જિલ્લાના ખરાબ રોડ-રસ્‍તાઓ વિરુદ્ધ સડક સુધારો પદયાત્રા કરી હતી. પારાસભ્‍ય હેમંતભાઈ ખવાના નેતળત્‍વમાં ૧૦ કિ.મી.ની યાત્રા, મામલતદાર કચેરી પર તાળાબંધી અને મુખ્‍યમંત્રીને આવેદનપત્ર  પાઠવ્‍યું હતું.

જામનગર જિલ્લામાં ખરાબ રોડ-રસ્‍તાઓની સમસ્‍યાને લઈને પારાસભ્‍ય હેમંતભાઈ ખવાના નેતળત્‍વમાં સડક સુધારી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પદયાત્રા જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામથી સવારે ૦૭:૦૦ કલાકે શરૂ કરીને બપોરે ૧૨:૦૦ કલાકે મામલતદાર કચેરી જામજોધપુર ખાતે પહોંચી હતી. જ્‍યાં ધારાસભ્‍ય હેમંતભાઈ તેમજ લોકો દ્વારા કચેરીને તાળાબંધી કરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ થતા તેમને રોકવામાં આવ્‍યા હતા અને તેમની અટકાયત કરી હતી. સડક સુધારી પદયાત્રા જામજોધપુરના ઇસવરિયાથી શરૂ કરીને હોથીજી ખંડબા, વસંતપુર થઈને જામજોધપુર સુધી ૧૬ કિલોમીટરની યોજાઇ હતી. જેમાં જામજોધપુર તાલુકાના અને લાલપુર તાલુકાના વિવિધ ગામડાઓના લોકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા તેમજ પદયાત્રા દરમિયાન રસ્‍તામાં વિવિધ ગામડાઓના વિધ્‍યાર્થીઓએ પદયાત્રાનું સમર્થન કરતાં મુખ્‍યમંત્રીશ્રી ને પત્રો લખી રસ્‍તાઓના કામ પૂર્ણ કરવા રજૂબાત કરી હતી. પદયાત્રાના અંતે મામલતદાર કચેરી પર તાળાબંધી કરીને મુખ્‍યમંત્રીશ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવેલ.આ કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સરકારની અણઘડ નીતિઓમાં સુધારો કરીને પડતર રોડ-રસ્‍તાઓના કામો તાત્‍કાલિક શરૂ કરાવવાનો છે.

ધારાસભ્‍ય હેમંતભાઈ ખવાએ જણાવ્‍યું કે, જામનગર જિલ્લાના લોકો વર્ષોથી ખરાબ રીડ-રસ્‍તાઓને કારણે પરેશાન છે. સરકારના નીચા SOR (રોડ્‍યુલ ઓફ રેટ્‍સ) ભાવોને કારણે મંજૂર થયેલા રસ્‍તાઓના ટેન્‍ડર વારંવાર નિષ્‍ફળ જાય છે અને કોઈ કોન્‍ટ્રાક્‍ટર કામ કરવા તૈયાર નથી. જેના કારણે સામાન્‍ય નાગરિકોને અકસ્‍માતો, પરિવહનમાં વિલંબ અને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેઓ આ સમસ્‍યા વિરુદ્ધ સતત સંઘર્ષ કરી રહ્યા છે અને આ પદયાત્રા તેનું એક મહત્‍વનું પગલું આ પદયાત્રાના સંદર્ભમાં, હેમંતભાઈ ભવાના સતત પ્રથામોની વિગતો પણ સામે આવી છે. છેલ્લા અઢી વર્ષમાં તેમણે મુખ્‍યમંત્રીને રૂ.૧ વખત પત્રો લખીને રજુઆત કરી છે. તેમજ અનેક વખત મુખ્‍યમંત્રીની વ્‍યક્‍તિગત મુલાકાત લીધી છે. તેઓએ ૦૧-૦૮-૨૦૨૨ ના રોજ વિસ્‍ત્‍વરના ૩૦ કરતાં વધુ આગેવાનો સાથે મુખ્‍યમંત્રીને મળીને રજૂઆત કરી હતી. વધુમાં, મુખ્‍યમંત્રીના માર્ગ અને મકાન વિભાગના સલાહકાર એસ.એસ.રાઠોડને અને સચિવ અવંતિકા સિંધને ૩ વખત પત્રી લખીને તેમજ મુલાકાત કરીને રજૂઆત કરી છે. માર્ગ અને મકાન વિભાગના સચિવને ૬ વખત પત્રો લખ્‍યા છે. વિધાનસભામાં અનેક વખત આ મુદ્દો ઉઠાવ્‍યો છે, તેમજ જિલ્લા ફરિયાદ અને સંકલનની માસિક બેઠકોમાં રજુઆત કરી છે.વધુમાં તા.૨૨/૦૯/૨૦૨૩ ના રોજ લાલપુર પ્રાંત કચેરી ખાતે તાળાબંધી કરીને આવેદનપત્ર આપ્‍યું હતું.

આ ઉપરાંત, ૧૯ મહિના પહેલા મંજૂર થયેલા રસ્‍તાઓની વિગતો પણ ચિંતાજનક છે.જેમાં કાનાલુસ રેલ્‍વે સ્‍ટેશન રોડ (મંજૂરી ૧૪/૦૩/૨૦૨૪, ૨૮મઃ ૩૦ લાખ, ટેન્‍ડર પ્રયાસોઃ ૧૬): રી-ટેન્‍ડર કરવામાં આવેલ છે,લાલપુર ટુ જોઈન બાયપાસ રોડ (મંજૂરી ૧૪/૦૩/૨૦૨૪, રકમ ૫૦ લાખ, ટેન્‍ડર પ્રયાસોઃ ૧૬): રી-ટેન્‍ડર કરવામાં આવેલ છે, મીઠોઈ ટુ જોઈન ÍH (મંજૂરીઃ ૧૦/૦૧/૨૦૨૪, ૨ક્રમઃ ૧૦૦ લાખ, ટેન્‍ડર પ્રયાસોઃ ૧૬): રી-ટેન્‍ડર કરવામાં આવેલ છે.ખીરસરા ટુ જોઈન ડણ્‍ રોડ (મંજરી-૧૦/૦૧/૨૦૨૪, ૨કમ ૨૫૦ લાખ, ટેન્‍ડર પ્રથાસોઃ ૩૬): રી-ટેન્‍ડર કરવામાં આવેલ છે, માધુપુર ટુ જોઈન કમ સેડ (મંજૂરીઃ ૧૦/૦૧/૨૦૨૪, રકમઃ ૨૫૦ લાખ, ટેન્‍ડર પ્રયાસો ૧૫): ટેન્‍ડર ખોલવામાં આવેલ છે.અન્‍યમાં નાંદુરી રીજપર રોડ, ખડબા ઈશ્વરીયા રોડ, ગોપનાથ મહાદેવ એપ્રોચ શેંડ વગેરે રહ જેટલા રોડનો સમાવેશ થાય છે, જેમાં મોટા ભાગના રસ્‍તાઓમાં ૧૧થી ૧૬ વખત ટેન્‍ડર પ્રયાસો કરવા છતાં કામ શરૂ થયું નથી.

આ પદયાત્રા દ્વારા મુખ્‍યમંત્રીને આવેદનપત્રમાં SOR ભાવોમાં વધારો કરીને ટેન્‍ડર પ્રક્રિયા સુધારવા, પંચાયત વિભાગના રસ્‍તાઓને સ્‍ટેટ વિભાગને સોંપવા અને તમામ પડતર કામી તાત્‍કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જામજોધપુર અને લાલપુર તાલુકાના બહોળી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા છે, જે આ સમસ્‍યાની તીવ્રતા દર્શાવે છે.

(1:21 PM IST)