News of Monday, 8th September 2025
પોરબંદરનું બારમાસી બંદર ૩૦ વર્ષથી ડાર્ક ઝોનમાં : વિકાસનું તો નામ નથી
રાજકીય ડખલગીરીથી વિકાસમાં વારંવાર અડચણોઃ વિકાસ માટેની ગ્રાન્ટો અલોપ ? : ચોક્કસ તત્વોના પગપેસારા બાદ સ્થિતિ ડામાડોળ બનવાનું શરૂ થયું જે આજે પણ ચાલુઃ ચેમ્બર જેવી વ્યાપારી સંસ્થા બારમાસી બંદરને દતક લઇને વિકાસમાં ચારચાંદ લગાવે તેવું સુચન ડાર્ક ઝોનને લીધે કેટલીક ઇલેકટ્રોનીક અને લકઝરી જેવી આઇટમો લઇ આવતી સ્ટીમરો આવી શકતી નથી કે આવી વસ્તુઓની નિકાસ થઇ શકાતી નથી

(હેમેન્દ્રકુમાર એમ.પારેખ દ્વારા) પોરબંદર, તા., ૮: સને ૧૯૭૮ ની સાલમાં પોરબંદરનું બારમાસી બંદર કાર્યશીલ બન્યું. પોરબંદરના છેલ્લા જેઠવા વંશી રાજવી સ્વ. મહારાણા નટવરસિંહજી જેઠવાનું સને ૧૯૪૬ ની સાલથી એક દિવાસ્વપ્ન હતું. પરંતુ આર્થીક મુશ્કેલીના કારણે આ સ્વપ્ન સાકાર થયું નહી જો કે અમેરીકન કંપનીએ ભાગીદારીમાં બારમાસી બંદર બનાવી આપવા સ્વ.મહારાણા શ્રી નટવરસિંહ જેઠવાનું સ્વપ્ન સાકાર થાય તે દિશામાં વાટાઘાટનો પ્રારંભ થયો. પ્રગતીના પંથે વાત આગળ વધી દરમ્યાન તા.૧પ મી ઓગષ્ટ ૧૯૪૭ના હિન્દુસ્તાન યાને વર્તમાન ભારતની આઝાદી મળી ત્યારે બારમાસી બંદરની કાર્યવાહી આગળ લાંબો સમય સુધી આગળ વધી શકી નહી. સને ૧૯પ૧ ની પ્રથમ પ્રજાસતાક રાજયની ચુંટણી યોજાઇ અલગ સૌરાષ્ટ્ર રાજયનું અસ્તિત્વ આવ્યું ત્યારે સૌરાષ્ટ્ર વિધાનસભામાં પોરબંદરના બંદરને બારમાસી બંદર તરીકે વિકસાવવા પ્રક્રિયા આગળ વધી દરમ્યાન સૌરાષ્ટ્ર રાજયનું વિલીનીકરણ મુ઼બઇ રાજયમાં થયું.
સને ૧૯૬૦ માં મુંબઇ રાજયમાંથી ગુજરાત રાજયનો જન્મ તા.૧ લી મે ૧૯૬૦ માં થયો. ત્યાર બાદ ક્રમશઃ ક્રમશઃ પોરબંદરના બંદરને બારમાસી બંદર તરીકે વિકસાવવા ધીમી ગતીએ કાર્ય શરૂ થયું. સને ૧૯૭૮ માં સંપુર્ણ સુભાષનગર ખદડપીર પાસે બારમાસી બંદર કાર્યરત બન્યું. મુળ બારમાસી બંદર ચોપાટી જુનો રાજમહેલ હાલ કોસ્ટગાર્ડ હેડ કવાર્ટર કાર્યરત છે. તે સ્થળ જગ્યા નક્કી થયેલ. સને ૧૯૪૬ના પ્લાન સરવે મુજબ કોઇ કારણસર આ સ્થળ બદલવામાં આવ્યું અને સુભાષનગર ખદડપીર પાસેથી બારમાસી જેટી બંદર વિકાસ કાર્ય શરૂ થયું. બારમાસી બંદરનો કોન્ટ્રેકટ તે વખતે ખંભાળીયા લોહાણા જ્ઞાતિના સદગૃહસ્થ અને પોરબંદર લોહાણા મહાજનના પ્રમુખશ્રી મંગુશેઠને મળેલ. પ્રથમ જેટી બાંધી બંદર પણ કાર્યરત કર્યુ. આ જેટી પર કોમર્શીયલ સુરક્ષા તેમજ ઉદ્યોગને લગતી વ્યવસ્થા હતી. મહારાણા મિલ્સ પ્રા. લી. એસીસી બિરલા વિગેરે મધ્યમ કદની સ્ટીમર લાંગરી શકે. અને તે પાણીની ઉંડાઇ મળી રહે તે રીતે બાંધવામાં આવેલ. જેટી પાસે ૩પ યાંત્રીસની ૪૦ ફેધમ મળી રહે તેવી રીતે બંધાયેલ. હાર્બર-ડોક ટ્રેનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
મધ્યમ કક્ષાનું બંદર સાકાર થયું. મુંબઇ પર માલ પરિવહન ટ્રાફીક બમણો થયો. પરંતુ ગમે તે કારણસર પોરબંદરના બારમાસી બંદરનો એક તરફ વિકાસ આગળ વધવા લાગ્યો. રાજય કેન્દ્ર સરકાર પોરબંદર બારમાસી બંદર તરીકે વિકસાવવા મળવા લાગી. એક દંતકથા મુજબ અંદાજીત અત્યાર સુધીમાં પંદર સો કરોડ જેટલી રકમ વાપરવામાં આવી. પરંતુ આ રકમ કયાં અને કેવી રીતે વપરાણી? છેલ્લે પોરબંદરના ભાજપના સાંસદ સ્વ. ગોરધનભાઇ જાવીયાએ પણ મોટી રકમની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર મારફત રાજય સરકાર હસ્તક જી. એમ. બી. ને મોકલી આંતર રાષ્ટ્રીય ઇન્ટરનેશલ કક્ષાનું બંદર સાકાર થયું પરંતુ બંદરના વિકાસમાં અવરોધ અને સ્થાપિત હિતોની કાળી બિલાડી આડી ઉતરતી રહી. જે આજે પણ નડતર રૂપ છે. રાજકારણીઓનો ડોળો તથા આર્શીવાદીથી અમુક ચોકકસ તત્વોએ પગપેસરાો કરવા કોશીષ કરી ત્યારથી ત્યારથી વાતાવરણ ડોહળાતું જ રહેલ. બંદરનો વિકાસ થવાને બદલે વિકાસ રૂંધાતો જાય છે. હાલ ડાર્ક ઝોન છેલ્લા ત્રીસ વરસથી મુકાયેલ છે. બંદરના વિકાસની વાતો થાય. સરકાર દ્વારા પોરબંદરના બંદર પુનઃ જીવંત કરવા સક્રિય હૈયાધારણા અપાય છે. માત્ર હવામાં હજુ તરંગો ઘુમે છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્ર અને રાજય સરકારના સહયોગથી સુરક્ષા, કમ કોર્મશીયલ જેટી લોકાપર્ણ કરતી વખતે બારમાસી જેટી પરથી પોરબંદરના આ બંદરને ફ્રી પોર્ટ જાહેર કરવા જાહેરાત કરેલ. હૈયાધારણ આપેલ તેને દોઢ દાયકો થયો જેના હજુ હવામાં તરંગો ઘુમે છે. જયારે બીજી તરફ વિકાસનું મ્હોરૂં પહેર્યુ છે. પરંતુ પોરબંદરના બારમાસી બંદરનો વિકાસ અધ્ધર તાલ જ રહ્યો.
ચેમ્બર ઓફ કોમર્સ એવુ ઇન્ડસ્ટ્રીઝ સાથે આ સંસ્થાના આદ્યસ્થાપક સહયોગી અનુક્રમ સ્વ. શેઠશ્રી નાનજી કાલીદાસ મહેતા તથા બિરલા ગ્રુપનું નામ જોડાયેલ છે ત્યારે સ્વર્ગસ્થની પ્રતિષ્ઠાને આ વાદ વિવાદ અસર કરે છે બહાર આવવા વિવાદ સામે તેવા કોઇ પ્રયત્નો થતા નથી.
પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કુળમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પીઢ અનુભવી સભ્યો જે ઉદ્યોગ વિચાર અને પ્રગતિશીલ હતા. તે વિવાદ પર થતા ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એવુ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવામાં આવી. ઉદ્યોગપતિ શ્રી પદુભાઇ રાયચુરાએ પ્રારંભનું સુકાન સંભાળેલ તેઓની આંતરિક સુજ-તર્ક-ગણિત ઉગ્ર અભ્યાસથી તેઓશ્રી દ્વારા પોરબંદરના બંદરનો વિકાસ હાથ ધરાય તે દિશામાં પોતાની કોઠા સુઝથી જીવંત કરવા લાગ્યા. બારમાસી બંદરનો વિકાસ આગળ આવવા ઉદ્યોગ વિકાશશીલ બને અને ઉતરોઉતર વિકાસ થાય તે દિશામાં સરકારશ્રીમાં યોગ્ય સ્તરે રજુઆત કરવા ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રીઓનો સહયોગ મળ્યો હતો. પોરબંદરનું બારમાસી બંદર કોર્મશીયલ ઝોનમાં ફેરવવા પુનઃ બંદર ઉદ્યોગ સ્થાપીત કરવા જીવંત કરવા તેમજ પીઢ અનુભવી શીપીંગ એજન્ટો વિગેરેને આગળ લાવવા બંધ રહેલી પ્રગતિના વિકાસ દ્વાર ખુલ્લા કરવા માટે આગળ આવવું જરૂરી બન્યું છે.
આ બન્ને વ્યાપારી સંસ્થાઓ પોરબંદર ચેમ્બરઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરી હતી. બંદરના વિકાસને દતક લઇ પોરબંદરના બારમાસી બંદરના વિકાસની યાત્રાના દ્વારા ખુલ્લા કરાવવા સરકારશ્રીમાં તેમજ સક્ષમ કચેરીમાં રજુઆત શરૂ કરવી જોઇએ. પોરબંદરને ઉદ્યોગનગરી તરીકે ઉજવળ કરવા આગળ આવવું જોઇએ તેવુ સુચન થયું છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
