<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

કચ્છના અંજાર તાલુકામાં આવેલાં ટપ્પર ડેમના ૭ દરવાજા ખોલાયા : નીચાણવાળા ગામોના નાગરિકોને સતર્ક રહેવા અનુરોધ : જુઓ વિડિઓ

ટપ્પર, પશુડા અને ભીમાસર તથા ભચાઉ તાલુકાના ચીરઈ નાની અને ચીરઈ મોટીના લોકોએ નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા ચેતવણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮ :  કચ્છમાં ભારે વરસાદના લીધે ટપ્પર ડેમના ૧૪ માંથી ૭ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વરસી રહેલા ભારે વરસાદને લીધે ડેમમાં પાણીની મોટી આવક ચાલુ જ છે. હાલમાં ડેમના ૭ દરવાજા ૦.૩ મીટર ખોલવામાં આવ્યા છે. 

      આથી અંજાર તાલુકાના ટપ્પર, પશુડા અને ભીમાસર તથા ભચાઉ તાલુકાના ચીરઈ નાની અને ચીરઈ મોટી ગામના લોકોએ નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા અને સતર્ક રહેવા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

(3:18 PM IST)