<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

પાકિસ્તાન સરહદ નજીક આવેલ બીએસએફની ભેડિયા બેટ ચોકી તરફ જતી હાઈપાવર વીજ લાઈનનું તાત્કાલિક રિપેરિંગ કરાયું

કચ્છમાં ભારે વરસાદ બાદ વીજ તંત્ર એલર્ટ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : આજે કચ્છમાં ભારે વરસાદને લીધે સરહદી વિસ્તાર ની આઉટ પોસ્ટ માં ફરજો બજાવતા બીએસએફના જવાનોને વીજપુરવઠો પૂરો પાડતી ધોરી નસ સમાન ૬૬ કેવી ખાવડાથી ભેડિયાબેટ તરફ જતી વીજ ટાવર લાઈન ધર્મશાળા પાસે ક્ષતિગ્રસ્ત થયેલ હતી.

આ લાઈન નો કંડકટર ટાવર નં ૧૩૨ પરથી  રણ સમુદ્ર માં પડી ગયેલ હતો.
 જેટકો ના કાર્ય પાલક ઇજનેર ભુજ અંતાણી એ સ્ટાફ ને ભુજ થી રવાના કરી રાતોરત ફોલ્ટ શોધવા ની કામગીરી કરાવી હતી અને યુદ્ધ ના ધોરણે વીજપુરવઠો શરુ કરાવ્યો હતો.
આ કામગીરી માં જેટકો ના જુનિયર ઇજનેર તથા લાઈન સ્ટાફ જોડાયા હતા.


 

(9:29 PM IST)