<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

મોરબીના યુવકના સંગ્રહમાં વિશ્વનો સૌ પ્રથમ 108 રૂપિયાનો સિક્કો ઉમેરાયો.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા હૈદરાબાદમાં આ સિક્કો બહાર પાડવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રી ઉત્તરાધિમઠના શ્રી સત્યપ્રમોદ તીર્થ સ્વામીની 108મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા 108 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા 30 ઓગસ્ટ 2025ના રોજ હૈદરાબાદમાં આ સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.

(11:06 PM IST)