<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

મોરબીમાં લીલાપર ખાતે કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

મહીલાલક્ષી યોજનાઓ તથા મહિલા 181 મહિલા અભયમ હેલ્પ લાઈન અંગે વિસ્તૃત માહિતી અપાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં લીલાપર ખાતે કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. હતો આ કાર્યક્રમમાં કાયદાના નિષ્ણાંતો દ્વારા મહિલાઓને POSH Act 2013 (Prevention of Sexual Harassment at Workplace Act) ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. POSH કાયદો કાર્યસ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણી અટકાવવા તથા પીડિત મહિલાઓને ન્યાય મળે તે માટે ખાસ બનાવવામાં આવ્યો છે. આ અધિનિયમ મુજબ દરેક કામકાજના સ્થળે આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની રચના ફરજિયાત છે અને દરેક મહિલાને ફરિયાદ નોંધાવવાનો अधिडार आपवामां आव्यो छे. SHE-Box (Sexual Harassment Electronic Box) અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
   ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ચાલતી મહીલાલક્ષી યોજનાઓ તથા મહિલા 181 મહિલા અભયમ હેલ્પ લાઈન અંગે વિસ્તૃત માહિતી આપાવામાં આવી. હતી. આ કાર્યક્રમમાં ફીમેલ હેલ્થ વર્કર, આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા તેવું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(11:07 PM IST)