તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
મોરબીમાં પાટીદાર સમાજની 2 હજાર મહિલાઓએ મહારાસમાં રમઝટ બોલાવી.
સિદસર ઉમિયા મંદિરના સવા શતાબ્દી પૂર્ણાહુતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં 2200 જેટલા કળશનું પૂજન કરાયું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ઉમિયા માતાજી મંદિર સિદસરના સવા શતાબ્દી પૂર્ણાહુતિ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રના શહેર, તાલુકા અને ગામોમાં મહાઆરતી મહારાસ અને કળશ પૂજનનો દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ ગત તારીખ 7 સપ્ટેમ્બર ને રવિવારના રોજ યોજાયો હતો. જેમાં મોરબીમાં પણ દિવ્ય ભવ્ય મહારાસ, કળશપૂજન અને મહાઆરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાનાર હતો અને મોરબીમાં આશરે 10 હજાર મહિલાઓ એક સાથે મહારાસ રમીને વિશ્વ રેકોર્ડ બનાવવાની હતી. પરંતુ ભારે વરસાદના કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા તાત્કાલિક સ્થળ બદલવું પડ્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર કાર્યક્રમ નાની વાવડી સ્થિત પટેલ સમાજ વાડી ખાતે યોજાયો હતો.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
