<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

મોરબી જીલ્લામાં નેશનલ હાઇવેની દુર્દશા મામલે સાંસદોની કેન્દ્રીય મંત્રી સાથે ચર્ચા.

કેન્દ્રીય મંત્રીએ નેશનલ હાઈવેને લગતા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા જણાવ્યું.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી જીલ્લામાં નેશનલ હાઈવેની દુર્દશા મામલે અગાઉ સિરામિક એસોસિએશને કેન્દ્રીય મંત્રીને રજુઆત કરી હતી. ત્યારબાદ સાંસદોએ પણ હવે કેન્દ્રીય મંત્રીને રૂબરૂ મુલાકાત વેળાએ આ અંગે રજુઆત કરી છે.

   પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી ખાતે મોરબી જિલ્લાના નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો માટે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા,પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલા, કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત સાંસદો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકડીને મળી મોરબી જિલ્લાના તમામ નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો અંગે અગત્યની ચર્ચા કરી હતી. નીતિન ગડકડી દ્વારા સકારાત્મક જવાબ આપી આવનાર સમયમાં મોરબી જિલ્લાના લાગુ પડતા નેશનલ હાઈવેના પ્રશ્નનોના નિરાક૨ણ વહેલી તકે આપવા જણાવાયુ હતું.


 

(11:10 PM IST)